Gujarat High Court/ હેલ્મેટ પહેરવાનું ચાલું કરી દેજો નહિતર મુશ્કેલીમાં મૂકાશો, હાઇકોર્ટે હેલ્મેટ મુદ્દે સરકારની કરી ટીકા

ગુજરાત હાઇકોર્ટે હેલ્મેટ મામલે સુનાવણીમાં રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફજિયાત હોવા છંતા પણ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ પહેરાતના નથી

Top Stories Gujarat
Gujarat High Court
  • ટુ વ્હીલર ચાલક-પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત
  • રાજ્યમાં હેલ્મેટ નિયમ પાલન અંગે હાઇકોર્ટમાં સુનાવણી
  • હેલ્મેટ નિયમપાલન મુદ્દે હાઇકોર્ટની નારાજગી
  • રાજ્ય સરકાર કાયદાની અમલવારી કરાવામાં નિષ્ફળ: HC
  • હાઇકોર્ટને હેલ્મેટ મુદ્દે સ્વયં સંજ્ઞાન લેવાની લાગી જરૂરિયાત
  • રાજ્યમાં હેલ્મેટ નિયમનું પાલન ના થતા હાઇકોર્ટની નારાજગી
  • રાજ્ય સરકાર નથી કરાવી રહી યોગ્ય અમલવારી: HC

Gujarat High Court:   ગુજરાત હાઇકોર્ટે હેલ્મેટ મામલે સુનાવણીમાં રાજ્ય સરકારની (GOVERMENT OF GUJARAT) ઝાટકણી કાઢી હતી રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફજિયાત હોવા છંતા પણ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ પહેરાતના નથી. આ મામલે સુનાવણીની પ્રક્રિયા દરમિયાન ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારથી ભારે નારાજ જોવા મળી હતી. હાઇકોર્ટે આ મામલે જણાવ્યું હતું કે સરકાર હેલ્મેટને અમલવારી કરવામાં સરેઆમ નિષ્ફળ નીવડી છે. સરકાર હેલ્મેટને અમલ કરાવી રહી નથી જેના લીધે કોર્ટે સ્વયં સંજ્ઞાન લેવાની જરૂરિયાત ઉદભવી છે. રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત હોવા છંતા પણ કોઇ હેલ્મેટ પહેરતા નથી. રાજ્ય સરકારની જવાબદારી છે કે હેલ્મેટ અંગે નિયમનું પાલન કરાવે.

ઉલ્લેખનીય છે કે હેલમેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court:) સુનાવણી હાથ ધરી છે.  ટ્રાફિક નિયમો મૂદ્દે હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે ‘હજી પણ લોકો હેલમેટ પહેરતા નથી. હેલ્મેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે,

આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઇકોર્ટે  (Gujarat High Court)સરકારને ફરી એક વખત ટકોર કરી છે.સરકારે કડક અમલી કરવાના હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. ગુજરાતમાં અકસ્માતોના બનાવો ખુબ વધી રહ્યા છે. જેના લીધે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે.

Underworld don Dawood Ibrahim/અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાનના ઠેકાણા વિશે ભાણજાએ કર્યો

G-20 summit/ગુજરાતમાં G-20 સમિટની તડામાર તૈયારીઓ શરૂ, નોડલ ઓફિસરની કરવામાં આવી નિમણૂક

પંજાબ/ હોશિયારપુરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક