કોરોના રસીકરણ/ રાજકોટમાં પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્વેતા તેવતિયા સહીત કર્મચારીઓએ મુકાવી રસી,આજે બપોર સુધીમાં ૩૪૮૦ શહેરીજનોએ લીધો લાભ

કોરોના વાઇરસ સામે રક્ષણાત્મક બની રહેલ કોરોના વેક્સીન ગત ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરી હતી, ત્યારબાદ તબક્કાવાર લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. વેક્સીન લેવા માટે

Gujarat Rajkot
rmc pgvcl vaccine રાજકોટમાં પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્વેતા તેવતિયા સહીત કર્મચારીઓએ મુકાવી રસી,આજે બપોર સુધીમાં ૩૪૮૦ શહેરીજનોએ લીધો લાભ

કોરોના વાઇરસ સામે રક્ષણાત્મક બની રહેલ કોરોના રસી ગત ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરી હતી, ત્યારબાદ તબક્કાવાર લોકોને રસી આપવામાં આવી રહી છે. વેક્સીન લેવા માટે વરિષ્ઠ નાગરીકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે શહેરીજનો રસી લેવા ઘસારો જોવા મળી રહ્યો છે, સાથોસાથ મહાનગરપાલિકા દ્વારા પણ સ્થળ પર જ રજીસ્ટ્રેશન જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે.આજે તા. ૨૫-૦૩-૨૦૨૧ ના રોજ રાજકોટ પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.  શ્વેતા તેવતિયા સહીત અધિકારીઓ/કર્મચારીઓને કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

rmc pgvcl vaccine2 રાજકોટમાં પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્વેતા તેવતિયા સહીત કર્મચારીઓએ મુકાવી રસી,આજે બપોર સુધીમાં ૩૪૮૦ શહેરીજનોએ લીધો લાભ

ઉપરાંત બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલ ખાતે કુલ ૩૪૮૦ લોકોને રસી આપવામાં આવી છે. તાજેતરમાં રસી લઇ રહેલા નાગરિકોએ અન્ય નાગરિકોને રસી લેવા અપીલ કરી હતી અને રસી સંપૂર્ણ સુરક્ષિત છે ડરવાની જરૂર નથી, અચૂકપણે દરેક નાગરિકે રસી લેવી જોઈએ એવી અપીલ પણ કરી હતી.રાજકોટ શહેરમાં રસી લેવા માટે આ હોસ્પિટલો ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

rmc pgvcl vaccine 3 રાજકોટમાં પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્વેતા તેવતિયા સહીત કર્મચારીઓએ મુકાવી રસી,આજે બપોર સુધીમાં ૩૪૮૦ શહેરીજનોએ લીધો લાભ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…