અમદાવાદ/ AMCની BRTS બસ ખોટના ખાડામાં, ત્રણ બજેટ વર્ષમાં રૂ.41 કરોડથી વધુ ખોટ

અમદાવાદ શહેરમાં ચાલતી BRTS બસ ખોટના ખાડામાં જઈ રહી છે. BRTS કોર્પોરેશનનો સફેદ હાથી સાબિત થયો છે.

Ahmedabad Gujarat
BRTS
  • BRTS કોર્પોરેશનનો સફેદ હાથી સાબિત થયો
  • ખોટનો આંકડો રૂ.107 કરોડ સુધી પહોંચ્યો

અમદાવાદ શહેરમાં ચાલતી BRTS બસ ખોટના ખાડામાં જઈ રહી છે. BRTS કોર્પોરેશનનો સફેદ હાથી સાબિત થયો છે.ત્રણ બજેટ વર્ષમાં રૂપિયા 41 કરોડથી વધુ ખોટ થતા ખોટનો આંકડો રૂપિયા 107 કરોડ સુધી પહોંચી ગયો છે.

          વર્ષ               ખોટ(કરોડમાં)

  • 2019-20         60.43 કરોડ
  • 2020-21        97.00 કરોડ
  • 2021-22         107.00 કરોડ

અમદાવાદમાં લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકો મહત્તમ સુવિધાનો ઉપયોગ કરે તે હેતુસર BRTSની સુવિધા મનપા દ્વારા 2008-09ના વર્ષમાં શરૂ કરાઈ હતી. આ બસ લોકોને સમયસર સ્થળ પર પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી હતી. AMTSની લાલીયાવાડીને સામે BRTS લાવવામાં આવી હતી. હવે આ BRTS કોર્પોરેશનમાં ખોટના ખાડામાં જઈ રહી છે.કોર્પોરેશને શરૂ કરેલી આ બસનો દિવસેને દિવસે ખોટમાં વધારો થઇ રહ્યો છે. વર્ષ 2019થી વર્ષ 2021 સુધીમાં રૂ.107 કરોડ સુધી આ ખોટનો આંકડો પહોંચ્યો છે.

BRTSના દેવાની સ્થિતિ

            પ્રકાર                   રકમ

  •  એએમસી લોન     3673 કરોડ
  •  પીએફ લોન          91 કરોડ
  •  કેન્દ્રની લોન           3 કરોડ
  •  રાજયની લોન        71 કરોડ
  •   પેસેન્જર ટેકસ       33 કરોડ

BRTSના આ નુકશાન પાછળ તેનો  નિભાવખર્ચ અને પગાર કોર્પોરેશનની લોન વધુ જવાબદાર છે.વધતા લોનના વ્યાજ અને મુસાફરોની ઘટ્ટ કોર્પોરેશનની BRTSની સ્પીડ ઘટી ગઈ છે. કોર્પોરેશને આપેલી લોન, અને પી.એફના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે કે કેટલું ભારણ હાલ BRTS પર છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જનમાર્ગ લિમિટેડની રચના કરવામાં આવ્યા બાદ શહેરના વિવિધ રૂટ ઉપર જનમાર્ગ દ્વારા BRTSની કુલ 374 બસ દોડાવવામા આવી રહી છે. આ પૈકી 124 ડીઝલ, 200 ઈલેકટ્રીક તેમજ 50 CNG બસનો સમાવેશ થાય છે.તંત્ર તરફથી ઓનરોડ દોડાવવામાં આવતી બસો પૈકી ડીઝલ બસ મોંઘી પડી રહી હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે.

આ પણ વાંચો:અમદાવાદ અને કચ્છમાં IT વિભાગના દરોડા,18 સ્થળો પર મેગા ઓપરેશન હાથ ધરાયું

આ પણ વાંચો:વ્યાજખોરોએ હોસ્પીટલમાં જઈને યુવકને કિડની લિવર વેચીને પણ પૈસા કઢવિશુંની આપી ધમકી

આ પણ વાંચો:સુરતમાં રમતા રમતા ટબમાં ડુબવાથી બાળકીનું મોત