Not Set/ ગોંડલ: ખરાબ રસ્તાને કારણે પ્રસુતાનું મોત

ગોંડલ, ગોંડલનાં ઉમવાડા રોડ વિસ્તારમાં છેલ્લા ત્રણ ત્રણ માસથી રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે. જેનાં કારણે ઉમવા઼ડા રોડ પર વાલ્મિકી વાસ પાસે પાલિકા દ્વારા ચાલતી કામગીરીને શહેરીજનો પરેશાન છે. ત્યાં આ કામગીરીને કારણે એક પ્રસુતાનું મોત નીપજ્યુ છે. એક મહિલાને પ્રસુતી માટે સારવાર માટે લઈ જતાં મહિલાનું મોત નીપજ્યું હતું. અંકિતાબેન દિપકભાઈ બેરડીયા ઉ.વ.20 […]

Top Stories Gujarat Others Trending
Untitled 5 ગોંડલ: ખરાબ રસ્તાને કારણે પ્રસુતાનું મોત

ગોંડલ,

ગોંડલનાં ઉમવાડા રોડ વિસ્તારમાં છેલ્લા ત્રણ ત્રણ માસથી રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે. જેનાં કારણે ઉમવા઼ડા રોડ પર વાલ્મિકી વાસ પાસે પાલિકા દ્વારા ચાલતી કામગીરીને શહેરીજનો પરેશાન છે.

ત્યાં આ કામગીરીને કારણે એક પ્રસુતાનું મોત નીપજ્યુ છે. એક મહિલાને પ્રસુતી માટે સારવાર માટે લઈ જતાં મહિલાનું મોત નીપજ્યું હતું.

અંકિતાબેન દિપકભાઈ બેરડીયા ઉ.વ.20 નામની પ્રસુતા મહિલાનું મોત નીપજ્યું છે. મહિલાના મોતને લઈને વાલ્મિકી સમાજના રોષે ભરાયેલા લોકો મૃતક મહિલાના મૃતદેહને નગરપાલિકા કચેરીએ લઈ જઈને વિરોધ કરે તે પહેલા પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.

અખિલ ભારતીય સફાઈ કામદારના પ્રમુખનું કહેવું છે કે, મહિલાને શનિવારના રોજ  ખરાબ રોડના કારણે પગમાં ઠેસ વાગત તે પડી ગયા અને તેમણે પેટમાં વાગ્યું હતું ત્યારે મહિલાને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યાં મહિલાએ બાળકને જન્મ આપ્યો તે પછી તે કોમામાં જતા રહ્યા ત્યાર પછી મહિલાનું મોત નીપજ્યું. તંત્રને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર હજુ પણ કોઈ પગલા લેતું નથી.

વિરોધ પક્ષ નેતા ઓમદેવ સિંહ જાડેજાનું કહેવું છે કે અહી વાલ્મીકિ વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી રોડ ખોદી નાખ્યો છે અને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, ઓમદેવસિંહનું કહેવું છે કે પુરા ગામમાં વાલ્મીકી સમાજના લોકો સફાઈની કામગીરી કરે છે અને નગરપાલિકાના લોકો વાલ્મીકીવાસના લોકોને હેરાન કરવા માટે ખાડાઓ ખોદી નાખ્યા છે. જો આગલા 24 કલાકમાં સફાઈની અને રોડ બનાવવાની કામગીરી શરુ નહિ કરે તો ઉપવાસ અને આંદોલન કરીશ અને પછી જે પરિણામ આવશે તે ભોગવવા માટે  નગરપાલિકાના લોકો તૈયાર રહે.