Not Set/ નીતીશે વહેચી બે લાખ તલવાર, જનતાએ આપી ભેટ: તેજસ્વી યાદવ

બિહારની જોકીહાટ વિધાનસભા સીટ માટે થયેલી પેટા-ચુંટણીમાં આરજેડીના ઉમેદવાર શાહનવાઝની જીત થવા પર આરજેડી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર શાબ્દિક બાણ ચલાવ્યા છે. તેજસ્વીએ કહ્યું કે પૈસા અને શક્તિનો ઉપયોગ કરવા છતાં પણ નીતીશ કુમારને જીત મળી શકી નથી. પત્રકારો સાથે વાતચીત કરતા તેજસ્વીએ કહ્યું કે નીતીશજીએ રામ નવમી દરમિયાન બે લાખ તલવારો […]

Top Stories India Politics
aa6a832ff9a06130ecae13b803212bba નીતીશે વહેચી બે લાખ તલવાર, જનતાએ આપી ભેટ: તેજસ્વી યાદવ

બિહારની જોકીહાટ વિધાનસભા સીટ માટે થયેલી પેટા-ચુંટણીમાં આરજેડીના ઉમેદવાર શાહનવાઝની જીત થવા પર આરજેડી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર શાબ્દિક બાણ ચલાવ્યા છે. તેજસ્વીએ કહ્યું કે પૈસા અને શક્તિનો ઉપયોગ કરવા છતાં પણ નીતીશ કુમારને જીત મળી શકી નથી.

પત્રકારો સાથે વાતચીત કરતા તેજસ્વીએ કહ્યું કે નીતીશજીએ રામ નવમી દરમિયાન બે લાખ તલવારો વહેચી હતી, પેટા-ચુંટણીમાં જનતાએ એમને ભેટ આપવાનું કામ કર્યું છે. તેજસ્વીએ કહ્યું કે જોકીહાટમાં નફરતની હાર થઇ છે, જેડિયુએ રેપ, હત્યા અને મૂર્તિ ચોરીના આરોપીને ટીકીટ આપી હતી. નીતીશ કુમારે પૂરી તાકાત લગાવી હતી તેમ છતાં જનતાએ એમને મજબુત જવાબ આપ્યો હતો.

666097 nitish kumar and tejashwi prasad yadav નીતીશે વહેચી બે લાખ તલવાર, જનતાએ આપી ભેટ: તેજસ્વી યાદવ

તેજસ્વીએ જણાવ્યું કે આરએલડી સતત ત્રીજી પેટા-ચુંટણી જીતી છે, અને મહાગઠબંધન છોડ્યા બાદ તેમની સતત હાર થઇ છે. નીતીશે ફરી એકવાર એમના સુતેલા અંતરઆત્માને જગાડવો જોઈએ અને રાજીનામું આપી દેવું જોઈએ. અમે ફક્ત મુસ્લિમ-યાદવ સમીકરણથી નું પરંતુ બધાના સમર્થનથી જીત્યા છીએ.

જણાવી દઈએ કે જોકીહાટ સીટ પર આરજેડીના ઉમેદવારને ૪૧૨૨૪ મતોના ખુબ મોટા અંતરથી જીત મળી છે. તત્કાલીન જેડીયુ ધારાસભ્ય સરફરાઝ આલમે વિધાનસભા તથા પાર્ટી માંથી રાજીનામું આપીને આરજેડી ટીકીટ પરથી અરરિયા લોકસભા પેટા-ચુંટણીમાં ભાગ લીધો હતો અને સાંસદ બન્યા હતા. સરફરાઝના પિતા મો. તસ્લીમુદ્દીન અરરિયાથી આરજેડીના સાંસદ હતા અને ગયા સપ્ટેમ્બરમાં અ એમનું  અવસાન થઇ ગયું હતું. આરજેડીએ જોકીહત પરતા-ચુંટણીમાં સરફરાઝ ના ભાઈ શાહનાવાઝ્ને ટીકીટ આપી હતી.

મહત્વનું છે કે આ વર્ષે માર્ચમાં બિહારના વિવિધ ભાગોમાં મૂર્તિ વિસર્જન બાબતે સાંપ્રદાયિક ટકરાવની ખબરો આવી હતી. ત્યારબાદ આરજેડીએ બીજેપી અને જેડીયુની ગઠબંધન સરકાર પર ઘણાં આરોપ લગાવ્યા  હતા.