આંધ્રપ્રદેશમાં બધા બેરોજગાર સ્નાતક યુવાનોને જલ્દી જ માસિક ભથ્થા રૂપે 1000 રૂપિયા મળશે. રાજ્યની તેદેપા સરકારે ગુરુવારે આ જાહેરાત કરી છે. 2014 ની વિધાનસભા ચુંટણી દરમિયાન તેદેપાએ એવું વચન આપ્યું હતું. જે રાજ્યની સરકારે પાર્ટીનાં આ વચનને હવે પૂરું કર્યું છે.
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની આગેવાનીમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે રાજ્યના બધા સ્નાતક બેરોજગારને પ્રતિ મહીને 1000 રૂપિયાનું ભથ્થું દેવાનો નિર્ણય કર્યો છે. ભથ્થા માટે વય મર્યાદાની ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.
મંત્રી એન. લોકેશન એસ. કોલ્લું રવીન્દ્રએ જણાવ્યું હતું કે પલ્સ સર્વે ડેટા અનુસાર સરકારનું અનુમાન છે કે રાજ્યમાં લગભગ 10 લાખ બેરોજગાર નાગરિકો છે. જેનાથી સરકારી ખજાનામાં પ્રતિ વર્ષ 1200 કરોડ રૂપિયાનો ભાર પડશે. મંત્રીએ કહ્યું છે કે આ જાહેરાત જલ્દ જ કરવામાં આવશે.
ત્યાં જ, લોકેશે કહ્યું છે કે સરકાર ઔદ્યોગિક વિકાસ માટે ઘણા પ્રોત્સાહન કાર્યક્રમ કરી રહ્યા છે. આવતા બે-ત્રણ વર્ષોમાં ઘણા મુખ્ય ઔદ્યોગિક એકમો પર કામ શરૂ થશે, જ્યાંથી નોકરીઓ મળશે. આ પછી રાજ્યમાં કોઈ બેરોજગારી રહેશે નહીં એવી વાત વ્યક્ત કરવામાં આવી છે.