BJP Media Center/ અમદાવાદમાં સુવિધાથી સજ્જ ભાજપના મીડિયા સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન, ’26માંથી 26 બેઠક જીતીશું’ સી.આર.પાટીલ

લોકસભા ચૂંટણી પહેલા જ અમદાવાદના SG હાઈવે પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી. આર પાટીલના હસ્તે પ્રદેશ ભાજપના મિડીયા સેન્ટરનું ઉદ્વાટન કરવામાં આવ્યું.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 18T140813.968 અમદાવાદમાં સુવિધાથી સજ્જ ભાજપના મીડિયા સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન, '26માંથી 26 બેઠક જીતીશું' સી.આર.પાટીલ

અમદાવાદમાં ભાજપના મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લોકસભા ચૂંટણી પહેલા જ અમદાવાદના SG હાઈવે પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી. આર પાટીલના હસ્તે પ્રદેશ ભાજપના મિડીયા સેન્ટરનું ઉદ્વાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોથી લઈને દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી દરમ્યાન ભારતીય જનતા પાર્ટી સંબંધિત તમામ સમાચાર આ મીડિયા સેન્ટરમાંથી મળી રહે તે હેતુ સાથે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ અને તમામ પક્ષો જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપ પક્ષે ગુજરાતમાં તમામ માહિતી એક સેન્ટરથી મળે તે હેતુસર અમદાવાદમાં મીડિયા સેન્ટરની શરૂઆત કરી.

સી.આર.પાટીલ : ‘દરેક સીટ 5 લાખ માર્જિનથી જીતીશુ’

મીડિયા સેન્ટર ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ નેતા સી.આર.પાટીલે મિડીયાને સંબોધન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં અમે ગુજરાતમાં 26માંથી 26 સીટ બેઠક પર જીત મેળવીશું. અમે બે વખત 26માંથી 26 બેઠક જીત્યા છીએ. આ વખતે અમે દરેક સીટ 5 લાખ ના માર્જિનથી જીતીશું તેવો અમને PM મોદી સાહેબ પર વિશ્વાસ છે.  કારણે કે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની ભારતના વિકાસમાં વધારો થયો છે. મોદી સાહેબે 50 કરોડ લોકોના સુખાકારી માટે અનેક કામ કર્યા છે. દેશમાં સૌથી મોટી યોજના શરૂ કરી છે અને 1 દિવસમાં 15 એરપોર્ટ પણ ઉભા કર્યા.  જ્યારે તેમના વતન ગુજરાતમાં આરોગ્યમાં 10 લાખની વ્યવસ્થા કરી અને ખેડૂતો માટે પણ કામ કર્યું છે. આજે ખેડૂતોના ખાતામાં 6000 હજાર રૂપિયા જમા થાય છે જેથી તેઓ પોતાની સામાન્ય આર્થિક સમસ્યા દૂર કરી શકે.

ભારતે કર્યો વિકાસ

ભારતના દુશ્મનો સામે કડક વલણ અપનાવતા આજે હિંસા અને બોમ્બબ્લાસ્ટની ઘટનાઓમાં ઘટાડો થયો છે. મોદી સાહેબના અથાક મહેનત અને પરિશ્રમનું પરિણામ છે કે આજે ભારતને વિદેશીઓ સારી રીતે જોતા થયા છે. લોકોને ગરીબીમાંથી બહાર લાવવા અનેક યોજનાઓ આપી. માર્ગ અને પરિવહન સુવિધા સરળ કરતા ભારતમાં આંતરિક મુસાફરીને પણ વેગ મળ્યો છે.  મોદી સાહેબ જે કામો 10 વર્ષમાં કર્યા છે તે કરવામાં લોકોએ સદીઓનો સમય લગાવ્યો છે. તેમની દૂરદર્શિતાના કારણે ભારત આજે વૈશ્વકિ સ્તર પર નોંધપાત્ર વિકાસ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી

આ પણ વાંચો:MLA Kirit Patel/‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ

આ પણ વાંચો: Sabarmati Express Train/રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: gujarat univercity/ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં વધુ ત્રણ ઝડપાયા