ગુજરાત/ મૌલાનાએ ગુજરાતમાંથી દરગાહ બનાવવા પૈસા ઉઘરાવ્યાં અને ખરીદ્યા હથિયાર, શું હતો પ્લાન ?

દરગાહ ના નામે ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ ઉઘરાવીને મૌલાના બુલંદ શહેર પાછો ગયો હતો. અને તેણે દરગાહના  નામે ઉઘરાવેલા  પૈસામાંથી હથિયાર ખરીદ્યા હતા. 

Top Stories Gujarat Others
સુરત 5 મૌલાનાએ ગુજરાતમાંથી દરગાહ બનાવવા પૈસા ઉઘરાવ્યાં અને ખરીદ્યા હથિયાર, શું હતો પ્લાન ?

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની હાલત દિવસે ને દિવસે સતત કથાળતી જઈ રહી છે. રાજ્યમાં ગુનાની ઘટનાની પ્રમાણ સતત વધી રહ્યું છે. ગતરોજ  શુક્રવારે ગાંધીનગરની ચિલોડા  પોલીસે એક એસટી બસમાંથી તમંચા અને કારતૂસ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ મામલે આજ રોજ પોલીસ દ્વારા મોટો  ખુલાસો કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ મહિના અગાઉ બુલંદ શહેરનો એક મૌલાના ગુજરાત આવ્યો હતો. અને તેણે દરગાહ બનાવવા માટે ગુજરાત રાજ્યમાંથી પૈસા ઉઘરાવ્યા હતા. આશરે ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ ઉઘરવીને મૌલાના બુલંદ શહેર પાછો ગયો હતો. અને તેણે દરગાહના  નામે ઉઘરાવેલા  પૈસામાંથી હથિયાર ખરીદ્યા હતા.

અને આ હથિયારમાંથી શાહીબાગ ખાતે આંગડિયા પેઢીનું લૂંટ કરવાનો પ્લાનિંગ હતું. નોંધનીય કહે કે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ ગુજરાત પોલીસ સક્રિય બની છે. અને ગાંધીનગર પોલીસ પણ કિશન ભરવાડ હત્યા અને બૉમ્બ બ્લાસ્ટ કેસને કેન્દ્રમાં રાખીને તપાસ કરી રહી હતી. જેમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. જો કે હાલમાં તો આ  મૌલાના કોઈ સંગઠન સાથે જોડાયેલો નથી તેવું જાણવા મળ્યું છે
આ  મૌલાના બાબુ શેખ અને મકસુંદના કોન્ટેક માં હતા. વધુ તપાસ અર્થે ગુજરાત પોલીસ સતત ઉત્તર પ્રદેશ પોલીસના સંપર્કમાં છે. આરોપી ઓ પાસે થી મળેલી વસ્તુ ઓ fsl માં મોકલી છે. અને બાબુ શેખ અને અને મકસુંદ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.  જો કે બંને આરોપી છૂટક મજૂરી કરે છે.

અત્રે નોંધનીય છે કે, ગાંધીનગરના ચંદ્રાલા પાસેથી એસટી બસમાં ચિલોડા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન હિંમતનગર તરફથી આવતી ગુજરાતની ઉદેપુર- અમદાવાદ વાયા ગોંડલ ના રૂટની એસટી બસ નંબર GJ-18-Z-7009 આવતા રોકાવીને બાજુમાં કરાવી હતી. જેમાં  સીટ નંબર 50 અને 51 ઉપર બેઠેલા બે મુસાફરોના થેલા ચેક કરવા માટે થેલા ખોલવા મુસાફરોને જણાવ્યુ હતુ. બંન્ને ઇસમોએ તેમના થેલા ચેક કરવાની પોલીસને ના પાડી હતી. પુછપરછ કરતા સંતોષકારક જવાબ પણ નહોતા આપતા. ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસને આ મુસાફરોના થેલાઓમાં ચોક્કસ કોઇ શંકાસ્પદ સામાન હોવાનો પાકો શક થયો હતો. બાદમાં બંન્નેના થેલા ખોલીને ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંન્ને મુસાફરોના થેલાઓમાંથી દેશી તમંચા અને જીવતા કારતુસો મળી આવ્યા હતા.

કારતુસોની ગણતરી કરતા 15 નંગ કારતુસો મળ્યા હતા. દેશી તમંચા તથા કારતુસો સાથે બસમાં સવારી કરતા પકડાઇ ગયેલા ઇસમોના નામ પુછતા આસીબ અખતર અબ્દુલ મજીદ ફકીર (અલબી) (રહે. હાજીપુર ભટૌલ, મુડાખેરા, જી.બુલંદશહર, ઉત્તરપ્રદેશ) તથા બીજાનુ નામ પુછતા નવાબ મોહમદ સઇદ અબ્દુલ કરીમ ધોબી (રહે. ખવેસજ્ઞાન, ખુર્જાનગર, જી.બુલંદશહર, ઉત્તરપ્રદેશ) ના હોવાનુ જણાવ્યુ હતુ. આસીબના થેલામાંથી બે તમંચા તથા 10 કારતુસ મળ્યા હતા. નવાબના થેલામાંથી એક તમંચો તથા પાંચ કારતુસો મળી હતી. પોલીસે બંન્ને ઇસમો પાસેથી 15 હજારની કિંમતના ત્રણ તમંચા તથા 1500 ની કારતુસો સહીત કુલ 28500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

હથિયારો સાથે પકડાઇ ગયેલા બંન્ને આરોપીઓની દેશી તમંચા તથા કારતુસો બાબતે પુછપરછ કરતા કબુલાત કરી હતી કે બાબુભાઇ શેખ ( રહે. ફતેવાડી અમદાવાદ) એ તમંચા મંગાવ્યા હતા. આ તમંચા અને કારતુસો લેવા માટે મકસુદ ઉર્ફે ચન્ની રહે. અમદાવાદ વાળો ઇસમ અમદાવાદની કોઇ જગ્યાએ આવવાનો હતો.

રાજકોટ / મહિલા કોન્સ્ટેબલની પજવણી કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

રાજકીય / કુંવરજી બાવળિયા ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષ કોના ચૂંટણી ચિન્હ ઉપર લડશે આગામી ચૂંટણી ?

Gujarat / પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરાશે : જીતુ વાઘાણી

Rajkot / રાજકોટ પોલીસ કમિશનકાંડ મામલો, ફરિયાદી સખિયા બંધુએ રજૂ કર્યા પુરાવા