Defence Espionage Case/ સંરક્ષણ જાસૂસી કેસમાં CBIની મોટી કાર્યવાહી, કેનેડિયન બિઝનેસમેન રાહુલ ગંગલની કરી ધરપકડ

2019માં કેનેડામાં કાયમી નિવાસી બનેલા બિઝનેસમેન રાહુલ ગંગલની સોમવારે દિલ્હી પહોંચતા જ ધરપકડ કરવામાં આવી હતી.

Top Stories India
3 5 સંરક્ષણ જાસૂસી કેસમાં CBIની મોટી કાર્યવાહી, કેનેડિયન બિઝનેસમેન રાહુલ ગંગલની કરી ધરપકડ

CBIએ મંગળવારે  ડિફેન્સ જાસૂસી કેસમાં કેનેડિયન બિઝનેસમેન રાહુલ ગંગલની ધરપકડ કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી.આ કેસમાં મે મહિનામાં એક પત્રકાર અને પૂર્વ નેવલ કમાન્ડરની ધરપકડ કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે 2019માં કેનેડામાં કાયમી નિવાસી બનેલા બિઝનેસમેન રાહુલ ગંગલની સોમવારે (21 ઓગસ્ટ) દિલ્હી પહોંચતા જ ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે વિશેષ અદાલતે ગંગલને ચાર દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધો છે. અગાઉ, તપાસ એજન્સીએ સ્વતંત્ર પત્રકાર વિવેક રઘુવંશી અને ભૂતપૂર્વ નૌકાદળ કમાન્ડર આશિષ પાઠકની સંરક્ષણ બાબતો પર સંવેદનશીલ માહિતી એકઠી કરીને વિદેશી ગુપ્તચર એજન્સીઓને આપવાના આરોપસર ધરપકડ કરી હતી.ગયા મહિને દિલ્હીની એક વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં, સીબીઆઈએ રઘુવંશી અને પાઠકને ભારતીય સત્તાવાર ગુપ્ત કાયદાના કથિત ઉલ્લંઘન અને સંબંધિત ગુનાઓમાં આરોપી તરીકે નામ આપ્યા હતા. આ સમગ્ર કેસમાં બંનેની 16 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.