gujarat univercity/ ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં વધુ ત્રણ ઝડપાયા

ક્રાઈમ બ્રાંચે કુલ પાંચ આરોપીની ધરપકડ કરી

Gujarat
Beginners guide to 22 1 ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં વધુ ત્રણ ઝડપાયા

 Gujarat News : ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા બાબતે થયેલી મારામારીના કેસમાં ક્રાઈમ બ્રાંચે વધુ ત્રણ આરોપીની અટક કરી છે. અગાઉ પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા. ત્રણ આરોપીઓ ઘાટલોડીયા, નારણપુરા અને મેમનગરના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ક્રાઈમ બ્રાંચે આ કેસમાં 18 માર્ચના રોજ મુળ ગાંધીધામ કચ્છના અને અમદાવાદમાં નારણપુરામાં પીજીમાં રહેતા ક્ષિતીજ કમલેશભાઈ પાંડે (22), ઘાટલોડીયા સતાધાર ખાતે રહેતા જીતેન્દ્ર ઘનશ્યામભાઈપટેલ (31) અને મેમનગરમાં રહેતા સાહીલ અરૂણભાઈ દુધતીઆ (21)ની અટક કરવામાં આવી છે.

અગાઉ પોલીસે સોલામાં રહેતા હિતેશ રાખુભાઈ મેવાડા અને વસ્ત્રાલમાં રહેતા ભરત દામોદરભાઈ પટેલને ઝડપી લીધા હતા. આમ આ કેસમાં ક્રાઈમ બ્રાંચે પાંચ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં એ બ્લોકમાં બોયઝ હોસ્ટેલમાં 16 માર્ચના રોજ રાત્રે મારામારીનો આ બનાવ બન્યો હતો. જેમાં રમઝાન હોવાથી કેટલાક વિદેશના નાગરિકે નમાઝ પઢી રહ્યા હતા. દરમિયાન અહીં 20 થી 25 જણા આવ્યા હતા અને અહીંયા નમાઝ કેમ પઢો છો કહેતા તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં તેમની વચ્ચે મારામારી થી હતી. જેમાં તેમના રૂમમાં ઉપરાંત વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

આ બનાવ બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદના પોલીસ કમિસનર જી.એસ મલિક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તે સમયે પોલીસ કમિશનર મલિકે કહ્યું હતું કે આ બાબતની પોલીસ અને સરકારે ગંભીર નોંધ લીધી છે અને સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી થશે.

બીજીતરફ આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજી હતી જેમાં રાજ્યના પોલીસ વડા, પોલીસ કમિસનર, ક્રાઈમ બ્રાંચના જેસીપી નીરજ બડગુજર, સાયબર ક્રાઈમના ડીસીપી અજીત રાજીયન હાજર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા માટે/હંમેશા નબળાઈ અને થાક લાગે છે?, સવાર-સાંજ આ 5 મસાલાના પાઉડરનું સેવન કરો, 20 વર્ષની ઉંમરની તાકાત મળશે

આ પણ વાંચો:Holi Colors Affects Mood/તણાવથી રાહત મેળવવા માટે જોરશોરથી રમો હોળી, ગુલાલ રમવાના આ છે માનસિક સ્વાસ્થ્ય લાભ

આ પણ વાંચો:તમારા માટે/ઉધરસને કારણે તમારું  ગળું ખરાબ થઇ ગયું  છે , તો તાત્કાલિક રાહત માટે અપનાવો આ અસરકારક ઉપાયો