ક્રાઈમ/ સુરતમાં મળી મહિલાની ધડ અને માથું અલગ કરેલી લાશ, જાણો શું છે ઘટના

હજીરા સાયણ હાઇવે રોડ પર આવેલા એક પાણી ભરેલા નાળામાંથી આશરે 25 વર્ષય મહિલાની લાશ ધડ અને માથુ છૂટું કરેલી હાલતમાં એક કોથળામાંથી મળી આવી હતી.

Gujarat Surat
ધડ અને માથુ અલગ કરેલી લાશ

ગુનાખોરીની દુનિયામાં ભાગ્યે જ બને એવી ઘટના બની છે. હજીરા સાયણ હાઇવે રોડ પર આવેલા એક પાણી ભરેલા નાળામાંથી આશરે 25 વર્ષય મહિલાની ધડ અને માથુ અલગ કરેલી લાશ એક કોથળામાંથી મળી આવી હતી. વાંચતા જ ભયનું લખલખું પસાર થઈ જાય તેવી ઘટના છે. ઘણાને આ ફિલ્મની પટકથા પણ લાગશે, જોકે આ પટકથા નહીં પણ સત્યકથા છે.

ધડ અને માથુ અલગ કરેલી લાશ

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર,સુરતના જાહનગીપુરા પોલીસ મથકની હદમાં ધડ અને માથું અલગ કરેલી હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસ એ હત્યાનો ગુનો નોંધીને હત્યારાની શોધ કરી છે. ત્યારે આ મહિલાની હત્યા કરીને લાશને હાઇ-વે પર આવેલા એક પાણીના નાળામાં ફેંકી દેવામાં આવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક અજાણી મહિલાની ધડ અને માથુ અલગ કરેલી લાશ હજીરા સાયણ હાઈવે ઉપર દાંડી ફાટક પાસે ગરનાળા નીચે પાણીમાંથી મળી આવી હતી. મહિલાનું માથું અલગ અને ધડ અલગ મળી આવ્યા હતા. રાહદારીનું લાશ તરફ ધ્યાન જતા પોલીસને જાણ કરી હતી. જેથી જહાંગીરપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પહોંચીને જોતા આશરે 25-30 વર્ષ વયની મહિલા હતી. મહિલાએ કાનમાં નાની કડીઓ, નાકમાં કડી, પગમાં સાંકળા પહેર્યા છે. ડાબા હાથે 2 સ્ટાર છુંદાવેલા છે. અને જમણા હાથમાં ચાંદીની વીંટી પર્પલ કલરના નંગ વળી પહેરેલી છે. સલવાર કમીઝ સફેદ ચેક્સવાળુ પહેર્યું છે. મહિલાની કોઈ ઓળખ થઈ શકી નથી. મહિલાની નિર્મમ હત્યા કરેલી લાશ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આ રોડ પર મોટો ઇન્દ્રસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે. તેથી મોટા પ્રમાણમાં ટ્રક સહિત વાહનો બહાર અન્ય રાજ્યોમાંથી આવતા હોવાથી તેવા વાહનોની હિલચાલના CCTV પણ પોલીસ તપાસ કરી રહી છ.

ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાનું મોત 3 થી 5 દિવસ પહેલા થયું છે. અને મહિલાનું મોત સંભવત: ઝેરી દવાને કારણે થયું હોય તેવું પ્રાથમિક તારણ છે. મહિલાનું માથું તેના મોત બાદ કાપવામાં આવ્યું હોય તેવું લાગે છે. તેને પોયઝનીંગ બાબતે ડીએનએ કરવામાં આવ્યું છે તથા બીજા પણ નમુના લેવાયા છે.

આ પણ વાંચો:80, 90 પુરા 100? ડોલર સામે રૂપિયો 80ને પાર,કુંભકર્ણીય ઊંઘમાંથી જાગો પીએમઃ રાહુલ ગાંધી

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ પોતાની તિજોરીમાંથી તિસ્તા સીતલવાડને આપ્યા હતા પૈસા, ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

આ પણ વાંચો:SITનો મોટો ખુલાસો- કોંગ્રેસના ઈશારે તિસ્તાએ ઘડ્યું હતું મોદી સરકારને બદનામ કરવાનું કાવતરું, ગોધરાકાંડ