ગુજરાત/ રાજ્યમાં અકસ્માતથી છેલ્લા 4 વર્ષમાં હજારો લોકોનાં થયા મોત

મહામારીનાં કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. જો કે આ સિવાય પણ રાજ્યમાં માર્ગ અકસ્માતનાં કારણે પણ છેલ્લા 4 વર્ષમાં હજારો લોકોનાં મૃત્યુ થયા છે. 

Top Stories Gujarat Others
રાજ્યમાં અકસ્માત
  • ગુજરાતમાં ચાર વર્ષમાં 68 હજારથી વધુ અકસ્માત
  • અકસ્માતની હારમાળામાં 32 હજાર થી વધુના મૃત્યુ
  • સડક પરિવહન મંત્રાલયના અહેવાલમાં માહિતી જાહેર
  • રસ્તા પર ખાડા પડવાના કારણે 234 લોકોના મૃત્યુ
  • અક્સ્માતના વધતાં જતા બનાવથી વિભાગ ચિંતિત

રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. આ મહામારીનાં કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. જો કે આ સિવાય પણ રાજ્યમાં માર્ગ અકસ્માતનાં કારણે પણ છેલ્લા 4 વર્ષમાં હજારો લોકોનાં મૃત્યુ થયા છે.

આ પણ વાંચો – રાજકોટ /  ગોંડલ રોડ પર આવેલી કન્સ્ટ્રક્સન અને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તસ્કરો દ્વારા 1.50 લાખની ચોરી કરાઇ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં મોટાભાગનાં અકસ્માત અતિભારે વરસાદને કારણે રસ્તામાં ખાડા પડવાને લીધે થતા હોય છે. આની સાથે જ ઘણા લોકોની પુરઝડપથી વાહન ચલાવવાને લીધે અન્ય કોઈ વાહન અડફેટે લઈ લેતા વાહન ચાલકનું મોત થતું હોય છે. હાલમાં એક યાદી બહાર પાડવામાં આવી રહી છે કે, જેમાં છેલ્લા કુલ 4 વર્ષમાં કેટલા લોકોએ પોતાનો જીવ અકસ્માતને લીધે ગુમાવ્યો છે એ જણાવવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં 68 હજારથી વધુ વખત અકસ્માત થયા છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે 17 હજારથી વધુ અકસ્માત થાય છે. જે એક ચિંતાનો વિષય ચોક્કસ બની ગયો છે.

આ પણ વાંચો – ઓમિક્રોન / રાજસ્થાનમાં ઓમિક્રોનના 9 દર્દીઓના રિપોર્ટ આવ્યા નેગેટિવ,હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

અકસ્માતની હારમાળમાં 32 હજારથી વધુ લોકોનાં મોત થયા  છે. વળી રસ્તા પર ખાડા પડવાના કારણે 234 લોકોનાં મોત થયા છે.  આ માહિતી સડક પરિવહન મંત્રાલયનાં અહેવાલમાં જાહેર કરવામાં આવી છે. સતત અકસ્માતનાં વધતા જતા બનાવનાં કારણે સડક પરિવહન વિભાગ ચિંતિત છે. વળી વૈશ્વિક આંકડાઓની છણાવટ કરવામા આવે તો નોંધવા મળે છે કે વિશ્વમાં માર્ગ અકસ્માતમાં કિશોરવયની વ્યક્તિ સૌથી વધુ મૃત્યુ પામે છે.