છેતરપિંડી/ ટીમ ઈન્ડિયાનાં આ પૂર્વ ક્રિકેટર સાથે થઇ ઓનલાઈન છેતરપિંડી, પોલીસે તપાસ શરૂ કરી

ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિનોદ કાંબલીને સાયબર ઠગ્સ દ્વારા 1 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે, ત્યારબાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.

Sports
Vinod Kambli

ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિનોદ કાંબલીને સાયબર ઠગ્સ દ્વારા 1 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે, ત્યારબાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.

આ પણ વાંચો – ICC Test Ranking / T20 વર્લ્ડકપમાં બહાર રહેલા અશ્વિને બોલરો અને ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં મેળવ્યું બીજુ સ્થાન

અધિકારીએ જણાવ્યું હતું કે, બેન્ક અધિકારી તરીકે દેખાતા એક વ્યક્તિએ કાંબલીને ફોન કર્યો હતો અને તેને એક ‘લિંક’ મોકલી હતી. કાંબલીએ જેવી તે લિંક ખોલી, થોડા સમય પછી તેના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગે ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની શોધ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જણાવી દઇએ કે, આ એક એવી વસ્તુ છે, જેના કારણે સામાન્ય લોકો ખૂબ જ પરેશાન છે અને તાજેતરનાં વર્ષોમાં આવી અસંખ્ય ઘટનાઓ બની છે, પરંતુ હવે આ ગુનેગારોનું મનોબળ એટલું વધી ગયું છે કે હવે તેઓએ સેલિબ્રિટીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.

છેતરપિંડી કરનારાઓ તમને આ વસ્તુઓ પૂછે છે અને માહિતી લે છે, સાવચેત રહો…

ફોની કરીને પોતાને ટ્રેઝરી ઓફિસર કે બેંક વર્કર્સ હોવાનુ જણાવે છે
પેન્શન એકાઉન્ટ અપડેટ કરવાનું કહે છે
કહેવાય છે કે કોરોનાનો સમયગાળો છે, તમારે આવવાની જરૂર નથી, તમે વિગતો આપો, કામ થઈ જશે

આ પણ વાંચો – Cricket / ટીમ ઈન્ડિયા સંકટમાં, દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં આ ખેલાડીઓનું થઇ શકે છે પત્તુ કટ

જો કે હવે જોવાનું એ રહે છે કે, કાંબલી સાથેનાં આ છેતરપિંડીનાં કેસમાં તેમને કેટલો જલ્દી ન્યાય મળે છે કે પછી સાયબર પોલીસ ગુનેગારો સુધી પહોંચે છે કે નહીં કારણ કે આ કેસોમાં સામાન્ય લોકોને ભારે હાલાકી અને નિરાશાનો સામનો કરવો પડે છે. અને જ્યારે કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવતી નથી, ત્યારે છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પણ ચુપચાપ બેસી રહે છે.

આ રીતે ઓનલાઇન ફરિયાદ કરો

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર ફરિયાદ નોંધાવવા માટે, પહેલા Google પર https://cybercrime.gov.in લિંક ખોલો. ત્યાં તમને બે વિકલ્પો મળશે. પ્રથમ વિકલ્પમાં સાયબર ક્રાઇમ, જ્યારે બીજા વિકલ્પ પર ક્લિંક કરવાથી નવી વિન્ડો ખુલે છે. આ વિન્ડો પર ક્લિંક કરવાથી પણ બે વિકલ્પો દેખાશે. આ પૈકી, પ્રથમ વિકલ્પ મહિલા અપરાધ સંબંધિત સાયબર ક્રાઇમ છે, જ્યારે બીજા વિકલ્પમાં અન્ય પ્રકારનાં સાયબર ક્રાઇમ નોંધવાની સુવિધા છે. નોંધનીય છે કે અત્યાર સુધી NCRP પોર્ટલ પર માત્ર મહિલાઓ અથવા બાળકો સંબંધિત સાયબર ક્રાઇમનાં કેસ નોંધાતા હતા. આ સિવાય 022-22160080 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકાય છે.