IND vs NEP/ ભારતીય ટીમની ફિલ્ડિંગ નિરાશાજનક…! પ્રથમ 20 બોલમાં 3 કેચ છૂટ્યા: જુઓ વીડિયો

આજે એશિયા કપ 2023માં ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ભારતીય ટીમની ફિલ્ડિંગ ઘણી નબળી રહી છે. ભારતે મેચની પ્રથમ પાંચ ઓવરમાં ત્રણ કેચ છોડ્યા છે. આ ડ્રોપ કેચના કારણે નેપાળની ટીમને સારી શરૂઆત મળી હતી. જેના […]

Asia Cup Trending Sports
IND vs NEP 1 ભારતીય ટીમની ફિલ્ડિંગ નિરાશાજનક...! પ્રથમ 20 બોલમાં 3 કેચ છૂટ્યા: જુઓ વીડિયો

આજે એશિયા કપ 2023માં ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ભારતીય ટીમની ફિલ્ડિંગ ઘણી નબળી રહી છે. ભારતે મેચની પ્રથમ પાંચ ઓવરમાં ત્રણ કેચ છોડ્યા છે. આ ડ્રોપ કેચના કારણે નેપાળની ટીમને સારી શરૂઆત મળી હતી. જેના કારણે ભારતીય ટીમને નુકસાન થઈ શકે છે. ફિલ્ડિંગમાં ટીમ ઈન્ડિયાના આવા પ્રદર્શન બાદ ફેન્સ તેમને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

આ ખેલાડીઓએ કેચ છોડ્યા હતા

ભારતીય ટીમના ખેલાડીઓએ નેપાળ સામે ત્રણ આસાન કેચ છોડ્યા હતા. વિરાટ કોહલીએ પ્રથમ કેચ છોડ્યો, વિરાટ ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક છે. તેણે મેચની બીજી ઓવરમાં નેપાળના ઓપનર આસિફનો કેચ છોડ્યો હતો. આ જ ઓવરમાં શ્રેયસ અય્યરે ઓપનર કુશલ ભુર્તેલનો સરળ કેચ પણ છોડ્યો હતો. આ બે આસાન કેચ બાદ ઈશાન કિશને ફરી મેચની પાંચમી ઓવરમાં ભુર્તેલનો કેચ છોડ્યો હતો. આ ડ્રોપ કેચને કારણે ભારતીય ટીમની ફિલ્ડિંગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ ખેલાડીએ સફળતા મેળવી

નેપાળ સામે સતત ત્રણ કેચ છોડ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ શાર્દુલ ઠાકુરને બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો. શાર્દુલ ઠાકુરે તેની પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્માને નિરાશ કર્યા ન હતા અને શાનદાર ફોર્મમાં દેખાઈ રહેલા નેપાળના ઓપનિંગ બેટ્સમેન કુશલ ભુર્ટેલને આઉટ કર્યો હતો. આ મેચમાં ભુર્તેલે બે કેચ છોડ્યા હતા. ભુર્તેલે આ દરમિયાન 25 બોલમાં 38 રન બનાવ્યા હતા. ભુર્તેલની આ ટૂંકી ઇનિંગના કારણે નેપાળને સારી શરૂઆત મળી હતી. આ મેચના લાઈવ અપડેટ્સ જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આ પણ વાંચો: Adhir Ranjan Chowdhury/ અધીર રંજન ચૌધરીએ “વન નેશન,વન ઈલેક્શન”ની કમિટીમાં સામેલ ન થવાનું જણાવ્યું કારણ

આ પણ વાંચો: Priyank Kharge/ આગમાં ઘી હોમાયું…! હવે કોંગ્રેસ અધ્યક્ષના પુત્ર પ્રિયંક ખડગેએ “સનાતન ધર્મ” પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું

આ પણ વાંચો: G-20 Preparations/ ડેકોરેશન અને સુરક્ષાથી લઈને મહેમાનોના રહેવા સુધીની સંપૂર્ણ વ્યવસ્થા,જાણો G-20ની તૈયારીઓ અંગે આ 20 અપડેટ્સ