Not Set/ માનવ મગજની અદભુત ક્ષમતાઓને સાબિત કરીને ગોંડલનો 10 વર્ષનો ટાબરીયો બન્યો ચેમ્પિયન

તા. 27 6 .2021ના રોજ યુસીમાસ સ્ટેટ લેવલ ની ઓનલાઇન કોમ્પિટિશનમાં સમગ્ર ગુજરાત ના 950 થી વિધાયર્થીઓ વચ્ચેની સ્પર્ધમાં ગોંડલ ના હોનહાર 6 બાળકોએ પોતાનું અનોખું કૌવત દર્શાવીને કોઈ પ્રકારના

Gujarat Trending
gondal child માનવ મગજની અદભુત ક્ષમતાઓને સાબિત કરીને ગોંડલનો 10 વર્ષનો ટાબરીયો બન્યો ચેમ્પિયન

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

યુસીમાસની સ્ટેટ લેવલ સ્પર્ધા માં10 મિનિટ માં 200 દાખલા ગણ્યા હતા

તા. 27 6 .2021ના રોજ યુસીમાસ સ્ટેટ લેવલની ઓનલાઇન કોમ્પિટિશનમાં સમગ્ર ગુજરાતના 950 થી વિધાયર્થીઓ વચ્ચેની સ્પર્ધમાં ગોંડલ ના હોનહાર 6 બાળકોએ પોતાનું અનોખું કૌવત દર્શાવીને કોઈ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધન કે કેલ્ક્યુલટરની મદદ વગર પલક ઝપકવતા 10 મિનિટ માં 200 દાખલ ગણયા અને Z3 કેટેગરીમાં 10 વર્ષના જોશી સમર્થ મનીષભાઈ સમગ્ર ગુજરાત ચેમ્પિયન બન્યો. વડોદરાના મેયર  કેયુર રોકડીયા અને યુસીમાસ ઇન્ડિયાના ડાયરેકટર ડો.સ્નેહલ કારીયા દ્વારા સમર્થને અને તેના પિતા મનીષભાઈ જોશીને ચેમ્પિયન ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.આ તકે સિમ્પલ સર અને દિવ્યેશભાઈ સાવલિયા પણ બાળકને બિરદાવવા હાજર રહ્યા હતા.

gondal chilld 2 માનવ મગજની અદભુત ક્ષમતાઓને સાબિત કરીને ગોંડલનો 10 વર્ષનો ટાબરીયો બન્યો ચેમ્પિયન

ગોંડલના બાળકોએ મેળવી યુસીમાસ સ્ટેટ લેવલ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં અનોખી સિધ્ધી

ગોંડલના પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના 6 બાળકોએ નાની ઉંમરે પોતાની પ્રતિભા બતાવીને ઓનલાઈન સોફ્ટવેર પર પોતાની મહારથ હાંસલ કરેલ છે અને આ 6 ટાબરીયાઓ એ કોરોના ની આ મહામારી વચ્ચે પોતાની મન અને મગજની ક્ષમતાઓ સિદ્ધ કરેલ છે.
સમ ની સાથે તાલ મિલાવવો ખૂબ જ જરૂરી છે તે સ્વીકારીને હાલમાં ઓનલાઈન સ્ટડી કરતા બાળકોએ અબેકસ મેથડ પર ગજબની પકડ મેળવી ને ગણીત ને જાણે રમત બનાવી દીધી છે.

મોટા ભાગના બાળકોને જ્યારે ઓનલાઇન અભ્યાસમાં મુશ્કેલીઓ પડતી હતી . અને એમાં પણ જ્યારે ગણિત જેવો અઘરો વિષય હોય ત્યારે બાળકો માટે તો એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. ત્યારે ગોંડલના 6 બાળકો કઈક જુદી માટીના ઘડાયેલા અને તેમણે આ પડકાર ને સ્વીકારયો.10 મિનિટ માં 200 દાખલા કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વગર ગણવા માટે સતત 3 થી 4 મહિનાની રોજ ની 7 થી 8 કલાકની મેહનત કરી અને A3 કેટેગરીમાં ધાંધલ ધૈર્ય વિનોદભાઈએ 1st રેન્ક મેળવેલ Z3 કેટેગરીમાં જગડા પાર્થ ભાવેશભાઈએ 2nd રેન્ક , કાલરીયા સર્વાંગ રાકેશભાઈએ 4th રેન્ક અને ગોંડલીયા મુદ્રિકા શૈલેષભાઈએ 4th રેન્ક પ્રાપ્ત કરેલ. જ્યારે Z2 કેટેગરીમાં ભૂત ધ્વનિ ભાવેશભાઈ એ Z2માં Zonal રેન્ક મેળવીને ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવેલ.

સાવ સામાન્ય એવા સરવાળા બાદબાકી , કે ગુણાકાર , ભાગાકાર શીખવા તે બાળકો અને માતા પિતા માટે માથાનો દુખાવો થઇ ગયો છે ત્યારે આ બાળકોએ કૉપ્યુટર કે લેપટોપ પર રેન્ડમ કોઈ પણ નમ્બર જોઈને સીધો જ જવાબ આપી દે છે. કોઈ પણના દસ આંકડાનો મોબાઈલ નમ્બર બોલો અને બોલવાનું પૂરું થાય ત્યાં તો તરત જ આ ટાબરીયાવ પાસે જવાબ હાજર. સમયની સાથે બદલાતા ટેકનોલોજીના પ્રવાહના ઓનલાઈન સૉફ્ટવેર પર છેલ્લા 3 મહિનાથી આ બધા પ્રેકટીસ કરી રહ્યા છે અને હવે આ બાળકોએ  ઇતિહાસ રચ્યો છે.

આ સુપર 6 બાળકો ને તૈયાર કરનાર  માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે આ સ્પર્ધા અને બાળકોની ક્ષમતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે હવે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બાળકોને તૈયાર કરવા પડશે. માત્ર ગોખણિયું શિક્ષણ જ નહીં પરંતુ સતત બદલાતી જતી ટેક્નોલોજી ને ધ્યાનમાં રાખી બાળકો ને કઈક અલગ આપવું જ પડશે.ગણિત જરાય અઘરું નથી અને એમાં પણ જો અબેકસના ઉપયોગથી બાળકોને તૈયાર કરવામાં આવેતો બાળકોનો ઝડપ , એકાગ્રતા , તર્ક શક્તિ , વિઝન , વિઝ્યુઅલાઈઝેશન બધું જ ડેવલપ થાય છે. બાળકોની આંતરિક પ્રતિભાને ખીલવવા અને તેમનામાં રહેલી શક્તિઓને બહાર લાવવા જો પ્રયત્નો થાયતો દરેક બાળક પોતાની રીતે અદભુત જ છે.

આજે ગોંડલમાં એવા પણ બાળકો છે કે જે માત્ર 2 મિનિટની અંદર 100 ગુણાકાર ખૂબ જ સરળતાથી કરી આપે છે. આ પ્રકારની તાલીમ બાળકો ને ભવિષ્યમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી માટે ખૂબ જ મદદરૂપ થઇ સકશે.આ બાળકોએ નાની ઉંમરે આ મહારથ મેળવીને લોકોને અચંબિત કરેલ છે. આ બાળકોને રજનીસભાઈ રાજપરા અને ઈશાની ભટ્ટ દવારા તાલીમ આપીને તૈયાર કરેલ છે.

sago str 5 માનવ મગજની અદભુત ક્ષમતાઓને સાબિત કરીને ગોંડલનો 10 વર્ષનો ટાબરીયો બન્યો ચેમ્પિયન