Not Set/ બોલીવુડમાં 8 વર્ષ પછી આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે અભિષેક-એશ્વર્યા

નવી દિલ્હી બોલીવુડના પરફેક્ટ કપલમાંના એક અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન 8 વર્ષના લાંબા સમયગાળા બાદ રૂપેરી પડદે પાછા ફરી રહ્યા છે. અભિષેક અને એશ્વર્યા હવે “ગુલાબ જામુન” નામની ફિલ્મમાં એક સાથે કામ કરતા જોવા મળી શકે છે. આ પહેલા તેઓ વર્ષ 2010માં બોલીવુડની ફિલ્મ “રાવણ”માં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન મણીરત્નમે કર્યું […]

Trending Entertainment
mahi 554 બોલીવુડમાં 8 વર્ષ પછી આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે અભિષેક-એશ્વર્યા

નવી દિલ્હી

બોલીવુડના પરફેક્ટ કપલમાંના એક અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન 8 વર્ષના લાંબા સમયગાળા બાદ રૂપેરી પડદે પાછા ફરી રહ્યા છે. અભિષેક અને એશ્વર્યા હવે “ગુલાબ જામુન” નામની ફિલ્મમાં એક સાથે કામ કરતા જોવા મળી શકે છે.

આ પહેલા તેઓ વર્ષ 2010માં બોલીવુડની ફિલ્મ “રાવણ”માં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન મણીરત્નમે કર્યું હતું. જો કે ત્યારબાદ આજ દિન સુધી એકસાથે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા ન હતા.

મળતી માહિતી મુજબ, ફૈટમ ફિલ્મના બેનર નીચે બનવા જઈ રહેલી આ ફિલ્મનું પ્રોડક્શન અનુરાગ કશ્યપ કરી શકે છે, જયારે આ ફિલ્મનું નિર્દેશન કોઈ નવા નિર્દેશકના હાથમાં હશે, જો કે હજી સુધી આ નવા નિર્દેશકના નામ અંગે કોઈ ખુલાસો થયો નથી.

તમને જણાવી દઈએ કે, અભિષેક અને એશ્વર્યા અત્યારસુધીમાં 8 ફિલ્મોમાં એકસાથે કામ કરી ચુક્યા છે અને આ ફિલ્મોના નામ છે :

“ઢાઈ અક્ષર પ્રેમ કે”,  “કુછ ના કહો” , “ઉમરાવ જાન”,  “ધૂમ ૨ “,  “ગુરુ” ,  “સરકાર “, “રાજ”, અને “રાવણ”.

મહત્વનું છે કે, અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનના લગ્નને અંદાજે 10 વર્ષ થઇ ગયા છે અને તેઓની એક નાની દિકરી પણ છે જેનું નામ છે “આરાધ્યા”.