વલસાડ/ કોરોનાની મહામારી વચ્ચે નારિયેળ અને લીંબુના ભાવ આસમાને

દેશમાં કોરોનાની મહામારીને લઇ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે વલસાડ શહેરમાં ફળ અને શાકભાજીના ભાવ આસમાને જઈ રહ્યા છે. અને લોકો મજબૂરીમાં ચાર ગણો ભાવ આપી ખરીદી કરી રહ્યા છે.

Gujarat Others Trending
bukhari mufti 1 કોરોનાની મહામારી વચ્ચે નારિયેળ અને લીંબુના ભાવ આસમાને

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને લઇ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે વલસાડ શહેરમાં ફળ અને શાકભાજીના ભાવ આસમાને જઈ રહ્યા છે. અને લોકો મજબૂરીમાં ચાર ગણો ભાવ આપી ખરીદી કરી રહ્યા છે.

કોરોનામાં સફરજન, તરોફા, લીંબુની ખાસ જરૂર રહેતી હોય છે. ત્યારે નારિયેળના તરોફા  80 થી 100 રૂપિયા તો લીંબુના કિલો રુપિયા 160 અને સફરજન જેવા ફ્રૂટ નો ભાવ 200 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.

ગ્રાહકો પાસે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જે નારિયેળના તરોફાં વલસાડ ની બજારો માં રૂપિયા 30 માં મળતા હતા તેની ચાર ગણી કિંમત લોકો ચૂકવી રહ્યા છે. ત્યારે વેપારીઓ કોરોના ની મહામારીમાં લોકોનો ફાયદો ન ઉપાડે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં લોકો દવા, ઇન્જેક્શન, માટે દોડાદોડી કરી રહ્યા છે. અને મો મ્ન્ગ્યા ભાવ આપી રહ્યા છે. ત્યારે જીવન જરીરિયાત ના ફાળો અને શાકભાજીના ભવ વધારે લોકોની કમર તોડીને મૂકી દીધી છે.