Not Set/ દોઢ વર્ષથી કેન્સરથી પીડાતા પૂર્વ ઉદ્યોગમંત્રી અનીલ પટેલનું ૭૩ વર્ષે થયું નિધન

મહેસાણા, ગુજરાત સરકારના પૂર્વ ઉદ્યોગમંત્રી અને જાણીતા સહકારી આગેવાન અનિલ પટેલનું  ૭૩ વર્ષની વયે નિધન થયુ છે. તેઓ સરકારમાં મંત્રી રહેવા ઉપરાંત મહેસાણા જિલ્લામાં શૈક્ષણિક અને સામાજિક કાર્યમાં આગળ પડતુ સ્થાન ધરાવતા હતા. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખેરવા સ્થિત  ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. બપોરે ગણપત યુનિવર્સિટી કેમ્પસથી તેમની અંતિમ યાત્રા નીકળશે. […]

Gujarat
anil patelfd દોઢ વર્ષથી કેન્સરથી પીડાતા પૂર્વ ઉદ્યોગમંત્રી અનીલ પટેલનું ૭૩ વર્ષે થયું નિધન

મહેસાણા,

ગુજરાત સરકારના પૂર્વ ઉદ્યોગમંત્રી અને જાણીતા સહકારી આગેવાન અનિલ પટેલનું  ૭૩ વર્ષની વયે નિધન થયુ છે. તેઓ સરકારમાં મંત્રી રહેવા ઉપરાંત મહેસાણા જિલ્લામાં શૈક્ષણિક અને સામાજિક કાર્યમાં આગળ પડતુ સ્થાન ધરાવતા હતા.

તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખેરવા સ્થિત  ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. બપોરે ગણપત યુનિવર્સિટી કેમ્પસથી તેમની અંતિમ યાત્રા નીકળશે.

અનિલ પટેલ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. આ માટે તેમણે એપોલો, ઝાયડસ જેવી હોÂસ્પટલ ઉપરાંત અમેરિકામાં પણ સારવાર કરાવી હતી. જાકે તેમ છતાં તેમની તબિયતમાં કોઈ ખાસ સુધારો થયો નહીં, ત્યારે આજે વહેલી સવારે તેમનું નિધન થતા તેમના સમર્થકોમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સરકારના મંત્રીઓએ અનિલ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મહત્વનુ છે કે અનિલ પટેલનો જન્મ ૮ માર્ચ ૧૯૪૪ના રોજ પાટણના લણવા ગામે થયો હતો. તેઓ ૧૧ વર્ષના હતા ત્યારે તેમના પિતા ત્રિભોવનદાસ પટેલની ઢોર ચોરીના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા બદલ હત્યા કરવામાં આવી હતી  જેથી મહેસાણા, પાટણ પંથકમાં તેમના પિતા ત્રિભોવનદાસ  શહિદ વીર તરીકે ઓળખાય છે. કુટુંબના સહયોગથી તેમની માતાએ અનિલ પટેલનો ઉછેર કર્યો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ લણવા ગામમાં જ લીધુ હતું. જ્યારે માધ્યમિક શિક્ષણ કડીમાં સર્વ વિદ્યાલય ખાતે અને એન્જીનીયરીંગનો અભ્યાસ વલ્લભવિદ્યાનગર કર્યો હતો ત્યાર બાદ માસ્ટર ડીગ્રી મેળવવા માટે અમેરિકા ગયા હતા.