Covid-19/ રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, પરંતુ સતત વધતા મોતના આંકએ વધારી ચિંતા

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે એક સારા સમાચાર છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં ઘટતાં કોરોના કેસ વચ્ચે મોતનો  આંક સતત વધી રહ્યો છે.

Top Stories Gujarat
kishan bharvad 2 1 રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, પરંતુ સતત વધતા મોતના આંકએ વધારી ચિંતા

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે એક સારા સમાચાર છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં ઘટતાં કોરોના કેસ વચ્ચે મોતનો  આંક સતત વધી રહ્યો છે. જે એક ચિંતા ઉપાવે તેવી બાબત છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે મોતના આંકમાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં કોરોનાથી આજે 33 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 11,974 કેસ સામે  આવ્યા છે.  જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3990 કેસ નોંધાય છે. વડોદરામાં 1816, સુરતમાં 511 કેસ, રાજકોટમાં 716, ગાંધીનગરમાં 326 કેસ નોંધાયા છે.

જ્યારે જૂનાગઢમાં 39 કેસ, જામનગરમાં 302 કેસ,  ભાવનગરમાં 230 કેસ કચ્છમાં 263, વલસાડમાં 151 કેસ, બનાસકાંઠામાં 191, મહેસાણામાં 313 કેસ, નવસારીમાં 116, ભરૂચમાં 207 કેસ, આણંદમાં 151, મોરબીમાં 121 કેસ, ખેડામાં 140, સાબરકાંઠામાં 121 કેસ, પંચમહાલમાં 75, અમરેલીમાં 31 કેસ, સુરેન્દ્રનગર 91, તાપીમાં 53 કેસ, દાહોદમાં 39, ગીરસોમનાથમાં 31 કેસ, દ્વારકામાં 22, મહીસાગરમાં 40 કેસ, અરવલ્લીમાં 15, નર્મદામાં 24, બોટાદમાં 10 કેસ, છેટાઉદેપુરમાં 16, ડાંગમાં 12, પોરબંદરમાં 06 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 21,655 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 98,021 છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 11,55,848 પહોંચ્યો  છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 10,36,156 છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 20 લાખ 4 હજાર 333 થઈ ગઈ છે.તો સામે  જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 93 હજાર 198 થઈ ગઈ છે. મળેલી માહિતી અનુસાર, ગઈકાલે ત્રણ લાખ 35 હજાર 939 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 83 લાખ 60 હજાર 710 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે.