Not Set/ કચ્છ / ડુંગળીનો ભાવ પેટ્રોલ -ડીઝલને વટાવી ગયો, હોટલ અને નાસ્તાવાળાઓને ત્યાંથી પણ ડુંગળી ગાયબ

ડુંગળીના આસમાને પહોંચી ગયેલા ભાવ હવે પેટ્રોલ ડીઝલને વટાવી ડોલરને આંબી ગયા છે. વરસાદ પડતાં ડુંગળીના પાકને મોટું નુકશાન થયું છે અને તેના કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારાના કારણે કચ્છમાં જરૂરિયાતની સામે 25 ટકા જ માંગ જોવા મળી રહી છે. ભાવ વધતા ગરીબોની કસ્તુરી ગરીબોથી દૂર જતી જોવા મળી […]

Gujarat Others
onion કચ્છ / ડુંગળીનો ભાવ પેટ્રોલ -ડીઝલને વટાવી ગયો, હોટલ અને નાસ્તાવાળાઓને ત્યાંથી પણ ડુંગળી ગાયબ

ડુંગળીના આસમાને પહોંચી ગયેલા ભાવ હવે પેટ્રોલ ડીઝલને વટાવી ડોલરને આંબી ગયા છે. વરસાદ પડતાં ડુંગળીના પાકને મોટું નુકશાન થયું છે અને તેના કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારાના કારણે કચ્છમાં જરૂરિયાતની સામે 25 ટકા જ માંગ જોવા મળી રહી છે. ભાવ વધતા ગરીબોની કસ્તુરી ગરીબોથી દૂર જતી જોવા મળી રહી છે. કચ્છમાં રાજકોટ અને ગોંડલથી ડુંગળીનો માલ આવે છે. કચ્છમાં હજુ એકાદ મહિનો ભાવ વધારો રહેશે બાદમાં સ્થિરતા આવશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

ભુજ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીના જથ્થાબંધ વેપારીઓને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ તેમજ ભુજ સીટી અને રૂરલના મામલતદારો અને તેમની કચેરીના સ્ટાફે આકસ્મિક ચેકીંગ પણ કર્યું હતું. આકસ્મિક તપાસ દરમિયાન વેપારીઓ પાસે કોઇ બફર સ્ટોક ન હોવાનું બહાર આવ્યું હતું

મહારાષ્ટ્ર, બંગાળ,કાઠિયાવાડ માં વરસાદના કારણે ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે.  ત્યારે ભાવ આસમાન આંબી ગયા છે.  અસહ્ય ભાવ વધારાથી લોકો ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યા છે.

પેટ્રોલના ભાવને આંબીને એકસો રપિયાને પાર થઈ ગયેલી ડુંગળીના ભાવને નિયંત્રણમાં લેવા સ્ટોક લિમિટ નક્કી કરાઈ છે.  પણ અમુક વેપારીઓ સંગ્રહ કરતા હોવાની વાત  સામે આવી છે.  ડુંગળીના ભાવોને લઈને સોશિયલ મીડિયામાં પણ વિવિધ પોસ્ટ થઈ રહી છે તો હોટલ અને નાસ્તા વાળાઓને ત્યાં પણ ડુંગળી જોવા મળતી નથી. ભાવમાં આવેલા એકાએક ઉછાળાને જોતા સામાન્ય વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો છે. શેરીએ અને તમામ સ્થળોએ ડુંગળીના ભાવોની ચર્ચા ચાલી રહી છે વેપારીઓ પાસે પણ સ્ટોક છે પરંતુ ખરીદનારા ઓછા આવી રહ્યા છે જે હકીકત છે ભાવ ધટાડો થાય તેવી માંગ જનતા માંથી ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.