CABINET/ ગુજરાતને મળશે આટલા નવા મંત્રીઓ, કયા ધારાસભ્યનો થઇ શકે છે સમાવેશ જાણો…

આગામી 12 ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે, આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
New Cabine

New Cabinet: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂના રેકોર્ડને તોડીને ધ્વસ્ત કરી દીધા છે. ભાજપ દ્વારા 156 બેઠક મળી છે. આ ઉપરાંત કોંગ્રેસને 17 અને આમ આદી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક થઇ ચુકી છે. ત્યાર બાદ આગામી 12 ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે તે અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.

ગુજરાત સરકારના નવામંત્રીમંડળમાં નવા અને જુના ચહેરાઓને સ્થાન મળી શકે છે. નવી સરકારનું મંત્રીમંડળ 22થી 23 સભ્યોની હોવાની શક્યતા છે. નવી સરકારમાં 10 કે 11 કેબિનેટમંત્રી અને 12થી 13 રાજ્યકક્ષાના મંત્રી બને તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તમામ ઝોન, ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના તમામ વિસ્તારોમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની રચના કરી શકે છે. જો કે કોઇ પણ ઝોન કે કોઇ પણ સમાજને નુકસાનની લાગણી ન દુભાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

નોંધનીય છે કે નવામંત્રી મંડળમાં હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, ઋષીકેશ પટેલ, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, પંકજ દેસાઇ, પુર્ણેશ મોદી, બાલકૃષ્ણ શુક્લ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, કિરીટસિંહ રાણા, અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર, વિનુ મોરડીયા, કૌશિક વેરિયા, ભગવાન બારડ, કનુ દેસાઇ, શંભુપ્રસાદ ટુંડિયા, ગણપત વસાવા, પીસીબરંડા, રમણલાલ વોરાનો સમાવેશ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે ભુપેન્દ્રપટેલની સરકારના 25 મંત્રીઓ પૈકી 5 મંત્રીઓને તો ટિકિટ કપાઇ ગઇ હતી. જ્યારે 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ચુક્યાં છે. જેમાંથી ઘણા મંત્રીઓને રિપિટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.