Not Set/ પીટ્સબર્ગમાં યહુદી સભા નજીક અજાણ્યા શખ્શ દ્વારા કરેલા ગોળીબારમાં ૩ પોલીસ સહિત ૧૧ લોકોના મોત

અમેરિકામાં પીટ્સબર્ગમાં એક યહૂદી સભાની નજીક અજાણ્યા શક્શ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. અચાનક થયેલા ગોળીબારમાં 11 લોકોના મોત થયા છે. #BREAKING: US media say at least four people have been killed in Pittsburgh as police were called to an "active shooter" reportedly near a Jewish synagogue pic.twitter.com/8hMywMcC0U— AFP News Agency (@AFP) October 27, 2018 […]

Top Stories World Trending
AP 18300580939808.0 પીટ્સબર્ગમાં યહુદી સભા નજીક અજાણ્યા શખ્શ દ્વારા કરેલા ગોળીબારમાં ૩ પોલીસ સહિત ૧૧ લોકોના મોત

અમેરિકામાં પીટ્સબર્ગમાં એક યહૂદી સભાની નજીક અજાણ્યા શક્શ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. અચાનક થયેલા ગોળીબારમાં 11 લોકોના મોત થયા છે.

ન્યુઝ એજન્સી એએફપીના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા ૪ લોકોના મૃત્યુ થયા છે. પોલીસે આ હુમલા કરનારને એક્ટીવ શુટર જણાવ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે થયેલા આ હુમલામાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના કહ્યા પ્રમાણે ટ્રી ઓફ લાઈફ યહૂદી સભાગૃહની બહાર થયેલા ફાયરીંગમાં ૪ મૃતકમાંથી ૩ પોલીસકર્મી હતા.

જો કે આ હુમલો શા માટે કરવામાં આવ્યો તેની હજુ યોગ્ય જાણકારી નથી મળી. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જે બિલ્ડીંગ પર હુમલો કરવામાં આવ્યો હતો તે હાલ ખાલી કરી દેવામાં આવી છે.

આ હુમલા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે આવ હુમલાથી ચેતતા રહેજો. સાથે જ સ્ક્વીરલ હિલ એરિયાના લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ટ્વીટ કર્યું હતું.