Not Set/ મ્યાનમારમાં મોદી- સૂ કીની મુલાકાતમાં ઉઠયો રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો, બતાવવામાં આવી મોટી સમસ્યા

મ્યાનમારના વિદેશ પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી વચ્ચે ડેલિગેશન લેવલની ચર્ચા યોજાઈ હતી. ચર્ચા બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પીએમ મોદીએ રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે જણાવતા પીએમ મોદીએ કહ્યું , આં મુદ્દો બંને દેશ માટે મોટી સમસ્યા છે, રોહિંગ્યા સમાજના પલાયનથી ભારત પણ ચિંતત છે. આશા […]

World
મ્યાનમારમાં મોદી- સૂ કીની મુલાકાતમાં ઉઠયો રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો, બતાવવામાં આવી મોટી સમસ્યા

મ્યાનમારના વિદેશ પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી વચ્ચે ડેલિગેશન લેવલની ચર્ચા યોજાઈ હતી. ચર્ચા બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પીએમ મોદીએ રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે જણાવતા પીએમ મોદીએ કહ્યું , આં મુદ્દો બંને દેશ માટે મોટી સમસ્યા છે, રોહિંગ્યા સમાજના પલાયનથી ભારત પણ ચિંતત છે. આશા છે કે આ વિશે ટૂંક સમયમાં જ શાંતિનો રસ્તો કાઢવામાં આવશે.

પત્રકાર પરિષદમાં પીએમ નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં જણાવ્યું, મ્યાનમારમાં મારું જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તેનાથી આં મારું ઘર હોય એવી લાગણી મને થઇ છે. ભારત મ્યાનમારની ચિંતામાં ભાગીદાર છે, અમે ભારતના પડકારોને સમજીએ છીએ. પાડોશી દેશ હોવાથી, સુરક્ષા સામેની અમારી સમસ્યાઓ પણ સમાન છે. ભારત મ્યાનમાર માટે શક્ય તમામ શાંતિની મદદ કરશે અને ભારતનું લોકશાહી મ્યાનમાર માટે પણ કામ કરશે.