Not Set/ બ્રિટનની ચૂંટણી/ ભારતનો આ મુદ્દો ચૂંટણીમાં બની રહ્યો છે મુખ્ય મુદ્દો

તાર્કીક રીતે એવું કહેવાય છે કે, ચૂંટણી હંમેશા સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવે છે. પરંતુ બ્રિટનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં આ મુદ્દો સ્થાનિક મુદ્દા કરતા પણ વધારે મહત્વનો સાબિત થઇ રહ્યો છે. શું તમે જાણો છે કે એ મુદ્દો કયો છે. કાશ્મીર છે આ હોટ મુદ્દો બ્રિટનની ચૂંટણીમાં આ વખતે. જી હા…બ્રિટનનાં બે મુખ્ય પક્ષો – […]

World
britain election બ્રિટનની ચૂંટણી/ ભારતનો આ મુદ્દો ચૂંટણીમાં બની રહ્યો છે મુખ્ય મુદ્દો

તાર્કીક રીતે એવું કહેવાય છે કે, ચૂંટણી હંમેશા સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવે છે. પરંતુ બ્રિટનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં આ મુદ્દો સ્થાનિક મુદ્દા કરતા પણ વધારે મહત્વનો સાબિત થઇ રહ્યો છે. શું તમે જાણો છે કે એ મુદ્દો કયો છે. કાશ્મીર છે આ હોટ મુદ્દો બ્રિટનની ચૂંટણીમાં આ વખતે. જી હા…બ્રિટનનાં બે મુખ્ય પક્ષો – લેબર અને કન્ઝર્વેટિવ બંને પક્ષો ભારતીય મતદારોને આકર્ષવામાં આજ મુદ્દે વ્યસ્ત જોવામાં આવી રહ્યા છે. 

પ્રાપ્ત વિગતો મુજબ, કાશ્મીર મુદ્દે બ્રિટિશ ડાબેરી લેબર પાર્ટીના વલણને કારણે બ્રિટિશ હિન્દુ મતદારો ગુસ્સે છે. સપ્ટેમ્બરમાં પાર્ટીની કોન્ફરન્સમાં લેબર પાર્ટીએ એક કટોકટીની દરખાસ્ત પસાર કરીને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને કાશ્મીર જવા અને ત્યાંની પરિસ્થિતિનો વ્યોરો લેવાનું કહ્યું હતું. તમને જણાવી દઇએ કે 5 ઓગસ્ટે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર અંગે કલમ 370ને હટાવી દીધી હતી, જેની અશરો ભારતથી 4000 માઇલ દૂર સ્થિત બ્રિટનનાં રાજકારણમાં પણ જોવા મળી રહી છે.

લેબર પાર્ટીએ કાશ્મીરમાં નાગરિકોનું અપહરણ, મહિલાઓની જાતીય સતામણી અને માનવાધિકારના ભંગ બદલ ભારતની ટીકા કરી હતી. આ સિવાય કાશ્મીરી રાજકારણીઓની નજરબંધી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો.

લેબર પાર્ટીના આ પ્રસ્તાવ અંગે બ્રિટનમાં ભારતીય સમુદાયમાં ગુસ્સો હતો, ત્યારબાદ લેબર પાર્ટીને સ્પષ્ટ કરવું પડ્યું હતું કે તે કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય મુદ્દા તરીકે જુએ છે. સપ્ટેમ્બરમાં, ભારતીય ઉચ્ચ કમિશને લેબર પાર્ટીના સભ્યો માટે આયોજિત ડિનર રિસેપ્શનને પણ રદ કર્યું હતું અને ભારત દ્વારા લેબર પાર્ટીએ કરેલી કાશ્મીર ટીપ્પણી પર આ રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

આ દરખાસ્તને કારણે ભાજપના સમર્થકો અને બ્રિટનમાં તેમની સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ પણ લેબર પાર્ટીની વિરુદ્ધ થઈ ગઈ છે. વિદેશમાં ભાજપને પ્રોત્સાહન આપનારા એડવોકેસી જૂથ (ભાજપના ઓવરસીઝ ફ્રેન્ડ્સ) એ બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયોને લેબર પાર્ટીને મત ન આપવા અપીલ કરી છે. ઓએફબીજેપી યુકેના પ્રમુખ કુલદીપસિંહ શેખાવતે કહ્યું હતું કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે અને 48 બેઠકો ઓળખી કાઢી છે જ્યાં ભારતીય મૂળના મતદારો મોટી સંખ્યામાં છે.

હિન્દુ કાઉન્સિલ ચેરિટી યુકેના અધ્યક્ષે પણ બીબીસી રેડિયો 4 ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મોટાભાગના હિન્દુઓ ખૂબ ગુસ્સે છે. અહેવાલો અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીને ટેકો આપનારા હિન્દુ ઉદ્યોગપતિ કપિલ દુદાકિયાએ પણ વોટ્સએપ દ્વારા લેબર પાર્ટીના ઉમેદવારોને વોટ ન આપવાની અપીલ કરી છે.

આમ ભારતનાં કાશ્મીરનો મુદ્દો હાલ બ્રિટનની ચૂંંટણીનો મુખ્ય મદ્દો બની રહ્યો છે. અને આજ કારણે આવનારા સમયમાં બ્રિટનની લેબર પાર્ટીને સહન કરવાનો પણ વારો આવે તેવો લોકોનુમત પણ જોવામાં આવી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.