Not Set/ પાકિસ્તાન જેલમાં કેદ છે 470 થી વધુ ભારતીયો, જેમાં 418 છે માછીમારો

પાકિસ્તાન સરકારે ઉચ્ચતમ ન્યાયાલય માં આપેલા એક રીપોર્ટમાં આ માહિતી શામિલ છે. જેના મુજબ પાકિસ્તાનની જેલોમાં 4700થી વધુ ભારતીય કેદ છે અને એમાંથી 418 માછીમારો શામેલ છે. ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની રીપોર્ટમાં જણાવ્યું છે કે ભારતની જેલમાં 357 જેટલા પાકિસ્તાની કેદ છે. મંત્રાલયે એમ પણ જણાવ્યું કે બંને દેશ વચ્ચેની પરિસ્થિતિ બગડવાના કારણે પાકિસ્તાન – […]

India World Trending
PC WAHAN LASHE BAND HAI0 પાકિસ્તાન જેલમાં કેદ છે 470 થી વધુ ભારતીયો, જેમાં 418 છે માછીમારો

પાકિસ્તાન સરકારે ઉચ્ચતમ ન્યાયાલય માં આપેલા એક રીપોર્ટમાં આ માહિતી શામિલ છે. જેના મુજબ પાકિસ્તાનની જેલોમાં 4700થી વધુ ભારતીય કેદ છે અને એમાંથી 418 માછીમારો શામેલ છે. ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની રીપોર્ટમાં જણાવ્યું છે કે ભારતની જેલમાં 357 જેટલા પાકિસ્તાની કેદ છે. મંત્રાલયે એમ પણ જણાવ્યું કે બંને દેશ વચ્ચેની પરિસ્થિતિ બગડવાના કારણે પાકિસ્તાન – ભારત કેદી ન્યાયિક સમિતિની ઓક્ટોબર,2013 થી એકપણ બેઠક થઇ નથી.

પાકિસ્તાન જેલમાં જે ભારતીય કેદી છે એમાં 53 જેટલા સામાન્ય નાગરિક છે જયારે 418 ભારતીય માછીમાર છે. જયારે ભારતની જેલોમાં 249 પાકિસ્તાન સામાન્ય નાગરિક અને 108 પાકિસ્તાની માછીમારો કેદ છે.

Indian fishermen REUTERS11 640x480 e1532960018823 પાકિસ્તાન જેલમાં કેદ છે 470 થી વધુ ભારતીયો, જેમાં 418 છે માછીમારો

જયારે 2016માં ભારતે 31 માછીમારો સહિત 114 પાકિસ્તાની કેદીઓને આઝાદ કર્યા હતા અને પાકિસ્તાન દેશે 941 માછીમારો સહિત કુલ 951 ભારતીય કેદી છુટા કર્યા હતા.

ખબર અનુસાર ઉચ્ચતમ ન્યાયાલય નાં પ્રધાન ન્યાયાધીશ સાકીર નિસારની આગેવાની વાળી ત્રણ સદસ્યની પીઠ પાકિસ્તાન ફિશર ફોક ફોરમ અને પાકિસ્તાન ઇન્સ્ટીટયુટ ઓફ લેબર એજ્યુકેશન એન્ડ રિસર્ચની સંયુક્ત યાચિકા પર સુનવણી કરશે. આ યાચિકા ભારતીય જેલોમાં બંધ પાકિસ્તાની માછીમારોને લઈને છે.