Not Set/ શું ફરી લગ્નગ્રંથીએ જોડાશે રિતિક રોશન અને સુજૈન ખાન? જાણો…

  બોલીવુડમાં ઘણા કપલ લગ્નજીવનમાં પ્રવેશે છે તો ઘણાં કપલ લગ્નજીવનનો અંત લાવે છે પરંતુ વર્ષોથી સાથે રહેનારા કપલ જયારે છુટા પડે છે ત્યારે એમના ફેન્સને ઘણો આઘાત લાગે છે. આવું જ એક બોલીવુડનું કપલ હતું રિતિક રોશન અને સુજૈન ખાન. વર્ષ 2000 માં તેઓએ લગ્ન કર્યા હતા અને વર્ષ 2014 માં બંનેએ એકબીજાની સહમતી […]

Uncategorized
dc Cover t8rb22t60kqnht9dqr456qkb31 20160719141021.Medi શું ફરી લગ્નગ્રંથીએ જોડાશે રિતિક રોશન અને સુજૈન ખાન? જાણો...

 

બોલીવુડમાં ઘણા કપલ લગ્નજીવનમાં પ્રવેશે છે તો ઘણાં કપલ લગ્નજીવનનો અંત લાવે છે પરંતુ વર્ષોથી સાથે રહેનારા કપલ જયારે છુટા પડે છે ત્યારે એમના ફેન્સને ઘણો આઘાત લાગે છે. આવું જ એક બોલીવુડનું કપલ હતું રિતિક રોશન અને સુજૈન ખાન. વર્ષ 2000 માં તેઓએ લગ્ન કર્યા હતા અને વર્ષ 2014 માં બંનેએ એકબીજાની સહમતી સાથે છુટાછેડા લઇ લીધા હતા.

આ સ્વીટ કપલ ડિવોર્સ બાદ પણ સાથે જોવા મળતા હતા. પોતાના બાળકો સાથે તેઓ એકસાથે સમય વિતાવતા ઘણીવખત નજરે આવ્યા છે. થોડાં સમય પહેલા જ તેઓ પોતાના બાળકો સાથે ફુલ ફેમીલી વેકેશન પર ગયા હતા.

તેઓને સાથે સમય વિતાવતા જોઇને ઘણીવાર ચર્ચાઓ થઇ છે કે તેઓ ફરીથી એક મેરીડ કપલની જેમ રહેવાના છે પરંતુ રિતિક રોશન અને સુજૈનએ ઘણીવાર કહ્યું છે કે તેઓ બંને બહુ સારા મિત્રો છે. માહિતી તો એવી પણ મળી રહી છે કે તેઓ ફરીવાર લગ્ન કરી શકે છે અને પોતાના બાળકો સાથે પહેલાની જેમ સુખી સંસાર માંડીને રહી શકે છે અને આ વાત તેમની ફેમિલીના નજીકના લોકોએ જણાવી છે. વાત એમ પણ સામે આવી છે કે તેઓ બંને પોતાના બાળકો રેહાન અને રીદાનને એક માતા પિતા તરીકેએ બધું આપવા ઈચ્છે છે જેની તેઓને જરૂરિયાત હોય.

રિતિક અને સુજૈન ફ્રી થીંકીંગ ધરાવે છે એટલે તેઓ ફરીવાર ત્યારે જ લગ્ન કરશે જયારે તેઓને એની સાચી જરૂરિયાત લાગશે. હાલ તો રિતિક રોશન આનંદ કુમારની બાયોપિક ‘સુપર 30’ના શુટીંગમાં વ્યસ્ત છે.