Not Set/ સેમસંગ ૯ ઓગષ્ટના રોજ Galaxy Note 9ની સાથે આ ટેબ પણ કરી છે લોન્ચ

નવી દિલ્હી, દક્ષિણ કોરિયાની દિગ્ગજ ટેકનોલોજી કંપની સેમસંગ દ્વારા ૯ ઓગષ્ટના રોજ Unpacked ઇવેન્ટ લોન્ચ કરવામાં આવી છે. આ દરમિયાન કંપની દ્વારા Galaxy Note 9 લોન્ચ કરવામાં આવી શકે છે. માહિતી સામે આવી રહી છે કે, કંપની દ્વારા Galaxy Note 9ની સાથે સાથે અન્ય ગેઝેટ્સ પણ રજુ કરવામાં આવી શકે છે. આ ગેઝેટ્સમાં મુખ્યત્વે Galaxy […]

Trending Tech & Auto
maxresdefault 14 સેમસંગ ૯ ઓગષ્ટના રોજ Galaxy Note 9ની સાથે આ ટેબ પણ કરી છે લોન્ચ

નવી દિલ્હી,

દક્ષિણ કોરિયાની દિગ્ગજ ટેકનોલોજી કંપની સેમસંગ દ્વારા ૯ ઓગષ્ટના રોજ Unpacked ઇવેન્ટ લોન્ચ કરવામાં આવી છે. આ દરમિયાન કંપની દ્વારા Galaxy Note 9 લોન્ચ કરવામાં આવી શકે છે. માહિતી સામે આવી રહી છે કે, કંપની દ્વારા Galaxy Note 9ની સાથે સાથે અન્ય ગેઝેટ્સ પણ રજુ કરવામાં આવી શકે છે. આ ગેઝેટ્સમાં મુખ્યત્વે Galaxy Tab S4 અને Galaxy Watch પણ શામેલ છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સેમસંગ એક Galaxy Tab 2A XL નામના એક ટેબલેટ પર કામ કરી રહી છે, જે આવનારા દિવસોમાં લોન્ચ કરવામાં આવી શકે છે. હાલમાં આ ટેબના સ્પેસિફિકેશન પણ લીક થયા છે.

આ ટેબમાં મુખ્ય સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો, આ ડિવાઈસમાં ૧૦.૫ ઇંચની સ્ક્રીનની સાથે સાથે ૭૩૦૦ MAHની બેટરી પણ આપવાની વાત કરવામાં આવી રહી છે.

Galaxy Tab 2A XLમાં ક્વોલ્કોમ મિડ રેંજ પ્રોસેસર સ્નેપડ્રેગન ૪૫૦ આપવામાં આવશે. આ ઉપરાંત ૩ GB રેમ અને ૩૨ GB ઇન્ટરનલ મેમરીની સાથે સાથે ફ્રન્ટમાં ૫ મેગાપિક્સેલનો કેમેરો પણ હોવાની આશા છે.

Galaxy Note 9માં હશે આ ફિચર્સ

રિપોર્ટની માનવામાં આવે તો, સેમસંગના Galaxy Note 9માં અન્ડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવી શકે છે. આ દરમિયાન સ્માર્ટફોનમાં ડિસ્પ્લેમાં બેજલ ઓછા હશે અને ક્વોલ્કોમ ફ્લેગશિપ પ્રોસેસર સ્નેપડ્રેગન ૮૪૫ આપવામાં આવશે.

આ ઉપરાંત Galaxy Note 9માં ૮ GB રેમની સાથે સાથે ૨૫૬ GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટ બેસિક બનાવી શકે છે તેમજ 4,000mAhની બેટરી પણ અપાઈ શકે છે.