Not Set/ માત્ર સંજય દત્ત નહી બોલીવુડના આ એક્ટર પણ ડ્રગ્સની લત છોડાવા માટે 4 વખત ગયા હતા રિહેબિલિટેશન સેન્ટર

અમુક એક્ટર્સ ડ્રગ્સની જાળમાં એટલા ખરાબ રીતે ફસાય જાય છે કે પછી તેઓ એને આસાનીથી છોડી શકતા નથી અને આખરે તેઓએ રિહેબિલિટેશન સેન્ટરમાં તેનાથી છુટકારો મેળવવા માટે જવું પડતું હોય છે. થોડાં સમય પહેલા આવેલી સંજુ મુવીમાં સંજય દત્તની ડ્રગ્સની આદતો વિષે બતાવામાં આવ્યું હતું અને કઈ રીતે તેઓ એમાંથી બહાર નીકળ્યા હતા. આવી જ […]

India Trending Entertainment
dc Cover amp6lkh6s5d5e0r28k45nr6r90 20170729093535.Medi માત્ર સંજય દત્ત નહી બોલીવુડના આ એક્ટર પણ ડ્રગ્સની લત છોડાવા માટે 4 વખત ગયા હતા રિહેબિલિટેશન સેન્ટર

અમુક એક્ટર્સ ડ્રગ્સની જાળમાં એટલા ખરાબ રીતે ફસાય જાય છે કે પછી તેઓ એને આસાનીથી છોડી શકતા નથી અને આખરે તેઓએ રિહેબિલિટેશન સેન્ટરમાં તેનાથી છુટકારો મેળવવા માટે જવું પડતું હોય છે. થોડાં સમય પહેલા આવેલી સંજુ મુવીમાં સંજય દત્તની ડ્રગ્સની આદતો વિષે બતાવામાં આવ્યું હતું અને કઈ રીતે તેઓ એમાંથી બહાર નીકળ્યા હતા.

આવી જ કઈક સ્ટોરી છે બોલીવુડ એક્ટર પ્રતિક બબ્બરની. છેલ્લે તેઓ બાગી 2 મુવીમાં દેખાયા હતા અને એમની આગામી ફિલ્મ મુલ્ક છે જેમાં તેઓ તાપસી પન્નુ અને ઋષિ કપૂર સાથે દેખાશે. મુલ્ક ફિલ્મના પ્રમોશન સમયે એક ઇન્ટરવ્યુમાં તેઓએ પોતાનાં બાળપણ અને પોતાની ડ્રગ્સની આદતો વિષે ખુલીને વાત કરી હતી.

prateik e1532960964333 માત્ર સંજય દત્ત નહી બોલીવુડના આ એક્ટર પણ ડ્રગ્સની લત છોડાવા માટે 4 વખત ગયા હતા રિહેબિલિટેશન સેન્ટર

પ્રતિક બબ્બરે જણાવ્યું હતું કે, ‘હું 12 વર્ષની ઉમરે ડ્રગ્સ લેતો થઇ ગયો હતો. મારી માતા તો હતી નહી મારી પાસે એટલે હું મારા નાના નાની સાથે રહેતો હતો. હું પહેલાથી જ પાગલ હતો જોકે દરેક એક્ટરે પાગલ હોવું જરૂરી છે પણ હું નાની ઉમરથી જ ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. 15 વર્ષની ઉમર સુધી મેં એ હદે નશો કર્યો કે મને રિહેબિલિટેશન માટે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ હું ફરી ડ્રગ્સ લેવા લાગ્યો હતો. 17 વર્ષે મને પાછો રિહેબિલિટેશન સેન્ટર મોકલવામાં આવ્યો અને જયારે પાછો આવ્યો ત્યારે મેં ફરી ડ્રગ્સ લેવાના શરૂ કરી દીધા હતા અને પછી જયારે હું રિહેબિલિટેશન માટે ગયો ત્યારબાદ મેં બધું છોડી દીધું. મારી સ્ટોરી ઘણા અંશે સંજય દત્ત જેવી છે.’

Drugs e1532961015670 માત્ર સંજય દત્ત નહી બોલીવુડના આ એક્ટર પણ ડ્રગ્સની લત છોડાવા માટે 4 વખત ગયા હતા રિહેબિલિટેશન સેન્ટર

પોતાની આ ખરાબ આદતોને યાદ કરતા એમણે જણાવ્યું કે, ‘એ સમય મારી લાઈફનો ડાર્ક ફેઝ હતો પણ હવે મારા જીવનમાં રોશની આવી ગઈ છે.’ આજની યુવા પેઢીને સંદેશ આપતા એમણે ઉમેર્યું કે, ‘હું ઈચ્છું છુ કે આજકાલની યંગ જનરેશન મારી સ્ટોરી પરથી એ વાત શીખે કે આ બહુ ખરાબ આદત છે આનાથી લાઈફ ખરાબ થઇ શકે છે એટલે આવી બધી બાબતોથી દુર જ રહે.’

પ્રતિક બબ્બરની આગામી ફિલ્મ મુલ્ક, 3 ઓગસ્ટના રીલીઝ થવાની છે.