Not Set/ અડવાણીને લઈને વાડ્રાના ભાજપ પર પ્રહાર, કહ્યું- વરિષ્ઠોનું સમ્માન ન કરવું શરમજનક

ગાંધીનગર લોકસભા બેઠકથી ટિકિટ કપાયા પછી ભારતીય જનતા પાર્ટીના ‘લોખંડી પુરુષ’ લાલકૃષ્ણ અડવાણીએ પ્રથમ વખત પોતાનું મૌન તોડ્યું છે.લાલકૃષ્ણ અડવાણીના બ્લોગ પછી દેશની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે, વિરોધી પક્ષો ભારતીય જનતા પાર્ટી પર નિશાન બનાવી રહ્યા છે. હવે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને બિઝનેશમેન રોબર્ટ વાડ્રાએ પણ ફેસબુક પોસ્ટ લખી અડવાણીના પક્ષમાં […]

Top Stories India Trending
m અડવાણીને લઈને વાડ્રાના ભાજપ પર પ્રહાર, કહ્યું- વરિષ્ઠોનું સમ્માન ન કરવું શરમજનક

ગાંધીનગર લોકસભા બેઠકથી ટિકિટ કપાયા પછી ભારતીય જનતા પાર્ટીના ‘લોખંડી પુરુષ’ લાલકૃષ્ણ અડવાણીએ પ્રથમ વખત પોતાનું મૌન તોડ્યું છે.લાલકૃષ્ણ અડવાણીના બ્લોગ પછી દેશની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે, વિરોધી પક્ષો ભારતીય જનતા પાર્ટી પર નિશાન બનાવી રહ્યા છે. હવે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને બિઝનેશમેન રોબર્ટ વાડ્રાએ પણ ફેસબુક પોસ્ટ લખી અડવાણીના પક્ષમાં વાત કરી છે. તેમણે લખ્યું કે જો આપણે આપણા વરિષ્ઠોની  સલાહને  માનતા નથી તો તે શર્મજનક છે.

રોબર્ટ વાડ્રાએ લખ્યું છે કે પાર્ટીના સૌથી મહત્ત્વપૂર્ણ સ્તંભ રહેલ વ્યક્તિને લાંબા સમયથી ભૂલવામાં આવ્યા છે. જે નેતા પોતાની નીતિ અને રાજકારણને લઈને વિખ્યાત છે, તેનું સમ્માન હોવું જોઈએ આ રીતે  ઇગ્નૉર ન કરવા જોઈએ. આ રીતે તમારા  સિનિયરની સલાહને  ન માનવી શર્મજનક છે.

એક વિપક્ષના નેતા તરીકે હું તેમનું સમ્માન કર્યું છે, તે ખૂબ ખરાબ છે કે તેમની પાર્ટીએ  તેમને ભુલાવી લીધા છે.

56375748 10157231793129810 4227638194666995712 n.jpg? nc cat=101& nc ht=scontent.fbom9 1 અડવાણીને લઈને વાડ્રાના ભાજપ પર પ્રહાર, કહ્યું- વરિષ્ઠોનું સમ્માન ન કરવું શરમજનક

આપને જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણીએ ગુરુવારે એક બ્લોગ લખ્યો હતો, તેમના આ બ્લોગમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ (6 એપ્રિલ) ના રોજ લખવામાં આવ્યો છે. તેમાં તેમણે કહ્યું કે તેમના માટે સૌથી પહેલા દેશ છે, પછી પાર્ટી અને તેના પછી પોતે છે.

આ બ્લોગમાં તેમણે એ પણ લખ્યું છે કે જે પણ પાર્ટી અથવા વ્યક્તિ આપણી વિરુદ્ધમાં છે, અમે તેમને અમારા વિરોધીઓની કે પછી દેશદ્રોહીની નજરથી જોતા નથી. તેમના આ બ્લોગના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મને બીજેપી કાર્યકર બનવાનું ગર્વ છે અને ગર્વ છે કે લાલકૃષ્ણ અડવાણી જી જેવા મહાન લોકોએ તેને મજબૂત કર્યા છે.

ઘણા વિપક્ષી નેતાઓએ સાંધ્યુ હતું નિશાન

લાલકૃષ્ણ અડવાણીના બ્લોગને લઈને વિરોધી પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના નેતૃત્વ પર પ્રહાર કર્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ પોતાના ગુરુ માટે શું કર્યું છે, શું તે હિન્દુ ધર્મ છે, મોદી અમને હિન્દુ ધર્મ શીખવાડશે. તેમના સિવાય બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાજપ પર નિશાન સંધ્યું.