Not Set/ વલસાડ : બે મુસ્લિમ મહિલાઓને પતિઓએ કાગળ લખીને આપી દીધા …. ત્રણ તલાક

વલસાડના ઉમરગામના સંજાણ ગામમાં બે મુસ્લિમ મહિલાઓને તેમના પતિએ મસ્જિદમાં જમાતને કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા છે. એકસાથે બે મહિલાઓને તલાક અપાતા આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે. 21 વર્ષની આ મહિલાએ પોતાની આપવીતિ જણાવતા કહ્યું કે, મારા લગ્નને હજુ 10 મહિના થયા છે અને મને સાત મહિનાનો ગર્ભ છે. મારા પતિનો પરિવારે મને અત્યાર […]

Top Stories Gujarat Others
valsad talak 1 વલસાડ : બે મુસ્લિમ મહિલાઓને પતિઓએ કાગળ લખીને આપી દીધા .... ત્રણ તલાક

વલસાડના ઉમરગામના સંજાણ ગામમાં બે મુસ્લિમ મહિલાઓને તેમના પતિએ મસ્જિદમાં જમાતને કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા છે. એકસાથે બે મહિલાઓને તલાક અપાતા આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

vlcsnap 2018 10 28 09h47m10s262 e1540708656112 વલસાડ : બે મુસ્લિમ મહિલાઓને પતિઓએ કાગળ લખીને આપી દીધા .... ત્રણ તલાક

21 વર્ષની આ મહિલાએ પોતાની આપવીતિ જણાવતા કહ્યું કે, મારા લગ્નને હજુ 10 મહિના થયા છે અને મને સાત મહિનાનો ગર્ભ છે. મારા પતિનો પરિવારે મને અત્યાર સુધી ઘણી શારિરીક માનસિક યાતના આપી છે. અમારી સરકાર પાસે માંગ છે કે ત્રણ તલાકના મામલામાં નિયમો તો ધડાયા છે પરંતુ તેની પર અમલ થાય તો સારૂં. અમને ન્યાય જોઇએ છીએ.

આ મામલે મળતી માહિતી પ્રમાણે એક મહિલાને તેના પતિએ સાત મહિનાના ગર્ભ સાથે તલાક આપી છે. પત્નીનો આરોપ છે કે તેના પતિનો સંબંધ પતિની બહેનની દીકરી સાથે ઘણાં સમયથી છે. તેઓ બંન્ને મહિલાને ઘણીવાર તલાકની ધમકી પણ આપી ચુક્યા છે.

vlcsnap 2018 10 28 09h45m23s603 e1540708697924 વલસાડ : બે મુસ્લિમ મહિલાઓને પતિઓએ કાગળ લખીને આપી દીધા .... ત્રણ તલાક

અન્ય એક મહિલાને પણ તેના પતિએ મસ્જિદમાં જમાતને કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા છે. જેનાથી તે અને તેનો પરિવાર ઘણો જ દુઃખી છે. આ મહિલા પણ આશરે 24 વર્ષની જ છે.