Rajkot/ રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર : લગ્ન માટે હવે પરમિશનની જરૂર નથી, પોલીસ કમિશનરે કરી જાહેરાત

રાજ્યના ચાર મહાનગરો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં કોઈ પણ સ્થળે લગ્નપ્રસંગ યોજવા માટે 100 વ્યક્તિઓની ઉપસ્થિતિની મંજૂરી આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

Gujarat Rajkot
a 224 રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર : લગ્ન માટે હવે પરમિશનની જરૂર નથી, પોલીસ કમિશનરે કરી જાહેરાત

રાજ્યભરમાં સંભવિત કોરોનાના બીજા તબક્કાનો પ્રારંભ થઇ ગયો છે જે સામાન્ય નાગરિકો માટે ખૂબ જ મુશ્કેલી સભર સાબિત થઇ રહ્યો છે. રાજ્યના ચાર મહાનગરો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં કોઈ પણ સ્થળે લગ્નપ્રસંગ યોજવા માટે 100 વ્યક્તિઓની ઉપસ્થિતિની મંજૂરી આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ સંક્રમણના ખતરાને ધ્યાનમાં રાખીને આ સંખ્યા ઘટાડીને 50 વ્યક્તિની હાજરીને મંજૂરી આપવામાં આવી હતી. તાજેતરમાં જ કોઈપણ યજમાન પરિવારે લગ્નનું આયોજન કરવું હોય તો મહેમાનોની યાદી સાથે પોલીસની મંજૂરી લેવી જરુરી હોવાનું સરકાર દ્વારા જણાવ્યું હતું તેમાંથી હવે મુક્તિ આપવામાં આવી હોવાનું પોલીસ કમિશનરે જાહેરાત કરી અને જણાવ્યું છે.

પોલીસ મથક પર લગ્ન માટે મંજૂરી આવતા લોકોની ભીડ ખૂબ જ ઉમટી રહી હતી જેથી નછૂટકે પોલીસે આ નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું પોલીસ વર્તુળમાંથી જાણવા મળ્યું છે તેમ જ અત્યાર સુધીમાં રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી પોલીસ મથકમાં લગ્નને યોજવા માટે જનતા દ્વારા મંજૂરી માટે 2200 જેટલી અરજીઓ આવી હતી. આ તમામને મંજૂરી આપવામાં આવી હોવાનું ડીસીપી મનોહરસિંહ જાડેજા એ જણાવ્યું છે.

સરકારના આદેશના પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટના પોલીસ મથકોમાં લગ્નની મંજૂરી મેળવવા માટે લોકોની ભીડ ઉમટી રહી હતી જેના કારણે પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો હતો. આ બાબતને નિવારવા માટે રાજકોટ પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેથી દિવસ દરમિયાન યોજવામાં આવતા લગ્ન સમારંભ માટે કોઈપણ પ્રકારની મંજુરી લેવા માટે પોલીસની જરૂર પડશે નહીં.

કોરોનાકાળમાં લગ્નના આયોજનને લઈને તબક્કાવાર સંખ્યા માટે અનુક્રમે 200 અને 100 લોકોને મંજૂરી આપવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. છેલ્લે રાત્રી કર્ફ્યુ દરમિયાન લગ્નમાં માત્ર 50 વ્યક્તિના હાજરીને માન્ય રાખવામાં આવી છે. પરંતુ આયોજન માટે હાજર રહેનાર મહેમાનોની લિસ્ટ પોલીસ આપી અને મંજૂરી મેળવવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાંથી રાજકોટ પોલીસ દ્વારા હવે મુક્તિ આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…