Rakshabandhan/ પાટણ જિલ્લામાં આજે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ લક્ષ્મીજીએ બલીરાજાને રક્ષા બાંધીને નારાયણને મુક્ત કરાવ્યા હતાં. તે દિવસે બંધાયેલું રક્ષા સુત્ર સમગ્ર વર્ષ દરમિયાન ભાઈની રક્ષા કરે છે

Top Stories Gujarat Others
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ લક્ષ્મીજીએ બલીરાજાને રક્ષા બાંધીને નારાયણને મુક્ત કરાવ્યા હતાં. તે દિવસે બંધાયેલું રક્ષા રક્ષાબંધનની

શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે રક્ષાબંધન ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની સમગ્ર રાજય સાથે આજે પાટણ જિલ્લામાં પણ હર્ષભેર ઉજવણી કરવામાં આવી. આજે રક્ષાબંધનનાં દિવસે વણજોયા મૂર્હુતો સારા હોય બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધી ભાઈની લાંબા આયુષ્ય તેમજ સમૃધ્ધીની પ્રાર્થનાં કરશે. જયારે ભાઈ પણ બહેનને દરેક રીતે રક્ષા કરવાનું વચન આપી ભાઈ-બહેનનાં સ્નેહભર્યા સંબંધની ઉજવણી કરવામાં આવી.

P2 પાટણ જિલ્લામાં આજે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ લક્ષ્મીજીએ બલીરાજાને રક્ષા બાંધીને નારાયણને મુક્ત કરાવ્યા હતાં. તે દિવસે બંધાયેલું રક્ષા સુત્ર સમગ્ર વર્ષ દરમિયાન ભાઈની રક્ષા કરે છે. ત્યારથી શ્રાવણ સુદ પુનમનાં દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. તેવી જ રીતે બ્રાહ્મણો માતા અરૂણધતી સહિત સાત ઋષિઓનું પૂજન કરીને જનોઈ બદલતા હોય છે ત્યારથી રક્ષાબંધનને દિવસે જનોઈ બદલવાની પરંપરા પણ ચાલી આવે છે. ત્યારે ઝાલાવાડમાં આજે રક્ષા બંધનના પર્વ નિમિતે વહેલી સવારથી જ બજારોમાં ભીડ જોવા મળી છે.

P1 પાટણ જિલ્લામાં આજે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

પાટણ જિલ્લામાં આજે સવારે બહેનો પોતાનાં ભાઈને રક્ષાબાંધી દિર્ઘ આયુષ્યની પ્રાર્થના કરી તો વળી ભાઈ પણ પોતાની બહેનને ગીફ્ટ આપી જીવનભર રક્ષણનું વચન આપ્યું હતું. ભાઈ બહેનનાં પવિત્ર તહેવારની બહેનો ઉત્સાહભેર રાહ જોતી હોય છે ત્યારે આજે પોતાના વીરલાને ગમતી-મનગમતી રાખડી અને કંકુ-ચોખા લઈ તિલક કરી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી મો મીઠુ કરાવ્યું હતું.

c5 3 પાટણ જિલ્લામાં આજે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

જયારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આજે બ્રાહ્મણો દ્વારા સમૂહમાં યજ્ઞાોપવિત ધારણ કરી પૂજા કરવામાં આવશે. જેમાં શહેરનાં વાલ્કેશ્વર મહાદેવ, સરસ્વતી નદી, હાટકેશ્વર મહાદેવ મંદિર, હિંગળાજ માતાજી મંદિર સહિતના સ્થળો પર મોટી સંખ્યામાં બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિ કરી યજ્ઞાોપવિત ધારણ કરશે. જયારે આજે પૂનમ હોઈ શહેરનાં શિવાલયો અને ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.

Rakshabandhan/ અહીં રક્ષાબંધનના દિવસે કોઈ બહેન ભાઈને નથી બાંધતી રાખડી, જાણો કેમ ?