રોકડ રકમ/ રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર ચેકિંગ સમયે કારમાંથી 4.5 કરોડ રોકડ મળી આવી, 2ની ધરપકડ

4,5 કરોડ રોકડ પકડાઇ

Gujarat
gujarat રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર ચેકિંગ સમયે કારમાંથી 4.5 કરોડ રોકડ મળી આવી, 2ની ધરપકડ

રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર નાકાબંધી દરમિયાન પોલીસે 4.5 કરોડથી રોકડ કબજે કરી છે.  કારમાં સવાર 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે રતનપુર બોર્ડર પર ઉદેપુરથી આવી રહેલી એક કારને રોકીને તલાશી લેતાં કારમાં સીટની નીચે ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું. પોલીસે જ્યારે ગુપ્ત ખાનું ખોલ્યું ત્યારે તેમાં મોટી સંખ્યામાં નોટોનાં બંડલ દેખાયાં હતા. આ કારમાં સવાર બન્ને શખ્સો રોકડ અંગે સંતોષકારક જવાબો આપ્યા ન હતા

  પોલીસે કારમાંથી 4,49,99,500 રોકળ રૂપિયા કબજે કર્યા હતા. આ ઘટનામાં પોલીસે ગુજરાતના પાટણના રહેવાસી રણજીત રાજપૂત અને ઊંઝાના નિતીન પટેલની ધરપકડ કરી છે. ડેપ્યુટી મનોજ સમરીયાના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આરોપીઓ રોકડ દિલ્હીથી ગુજરાતમાં લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, પોલીસને આ સમગ્ર મામલો હવાલાના ધંધા સાથે સંબંધિત હોવાનું શંકા છે. આથી, પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.