Not Set/ અમદાવાદ/ વધુ એકવાર 25 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી ઘરાશાયી, એક મહિલા ઈજાગસ્ત

અમદાવાદમાં પાણીની ટાંકી ઘરાશાયી થવાનો સિલસિલો હજુ પણ યથવાત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક પાણીની ટાંકી ઘરાશાયી થવાની ઘટના સામે આવી છે.આ ઘટના ઘાટલોડિયા વિસ્તારની છે.ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ઘરાશાયી થઇ હતી.જેથી અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો.મઘરાતે કર્મચારી નગરમાં અચાનક પાણીની ટાંકી ઘરાશાયી થઇ હતી. આપને જણાવી દઇએ કે આ પાણીની ટાંકી […]

Top Stories Ahmedabad Gujarat
mahi aa અમદાવાદ/ વધુ એકવાર 25 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી ઘરાશાયી, એક મહિલા ઈજાગસ્ત

અમદાવાદમાં પાણીની ટાંકી ઘરાશાયી થવાનો સિલસિલો હજુ પણ યથવાત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક પાણીની ટાંકી ઘરાશાયી થવાની ઘટના સામે આવી છે.આ ઘટના ઘાટલોડિયા વિસ્તારની છે.ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ઘરાશાયી થઇ હતી.જેથી અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો.મઘરાતે કર્મચારી નગરમાં અચાનક પાણીની ટાંકી ઘરાશાયી થઇ હતી.

આપને જણાવી દઇએ કે આ પાણીની ટાંકી છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હતી.જેને લઇને સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી હતી.તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઇ પણ પગલા ભરવામાં આવ્યા  ન હતા.જેથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

ઉલેખનીય છે કે પાણીની ટાંકી ધરાશાયી થવાને કારણે 22 વર્ષીય યુવતીના હાથમાં ઇજા પહોંતી હતી. જેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. કર્મચારી નગર ખાતે આવેલી પાણીની ટાંકી જર્જરિત હોવાની ફરિયાદ સ્થાનિકોએ અનેક વખત સોસાયટીના ચેરમેન તથા તંત્રને કરી હતી.

મળતી માહિતી અનુસાર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી 25 વર્ષો કરતા પણ વધુ જૂની હતી. થોડા સમય અગાઉ ટાંકીની સ્થિતિને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં ટાંકી ક્ષતિગ્રસ્ત જણાઈ હોવા છતાં તેને ઉતરવામાં તંત્ર રહ્યું નિષ્ફળ રહ્યું હતું.

લોકોને ભૂકંપ જેવો અહેસાસ અનુભવાયો

ટાંકી પડી ત્યારે ભૂકંપ જેવો અહેસાસ થયો હતો. વહેલી સવારે ધડાકાભેર પડતા લોકો ગભરાયા હતા. ઘટના બાદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ જ પાણીની ટાંકીમાંથી આસપાસના વિસ્તારોના ઘરોમાં પાણી પહોંચતું હતું. ટાંકી તૂટતા પાણીની સ્થાનિકો માટે મોટી સમસ્યા સર્જાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.