રાજ્યમાં રોડ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે.
આ ઘટના ભરૂચ નજીકની છે જ્યાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્ય હતા. અકસ્માત બાદ બસમાં આગ ફાટી નિકળી હતી.આગ કાબુમાં આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરતા બસમાંથી સળગેલી હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મૃતદેહ એટલી ખરાબ રીતે સળગેલા હતા કે ઓળખ કરવી પણ મુશ્કેલી બની હતી. મળતી મહિતી અનુસાર લુવારા પાટિયા પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો..અકસ્માત બાદ બસમાં આગ ફાટી નીકળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.