Fake ghee/ સુરતમાં આરોગ્યખાતુ ત્રાટક્યુઃ 225 કિલો બનાવટી ઘી પકડાયું

સુરતમાં ફરી એકવાર આરોગ્યખાતુ ત્રાટક્યું છે. સુરતમાં ઘીના નમૂના ફેલ ગયા છે. રાંદર ગોગા ચોકમાંથી ડુપ્લિકેટ ઘી ઝડપાયું છે. ઘીના જથ્થાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવ્યા છે.

Gujarat Surat Trending Breaking News
Beginners guide to 22 સુરતમાં આરોગ્યખાતુ ત્રાટક્યુઃ 225 કિલો બનાવટી ઘી પકડાયું

સુરતઃ સુરતમાં ફરી એકવાર આરોગ્યખાતુ ત્રાટક્યું છે. સુરતમાં ઘીના નમૂના ફેલ ગયા છે. રાંદર ગોગા ચોકમાંથી ડુપ્લિકેટ ઘી ઝડપાયું છે. ઘીના જથ્થાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવ્યા છે. ઓરિજિનલ ઘીમાં ભેળસેળ કરવામાં આવતી હતી. ઓઇલ, હળદર અને કેમિકલ મિક્સ કરતા હતા. લેબના રિપોર્ટમાં તેના અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ કિસ્સામાં રાજેશ પટેલ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવીછે. મનપા હવે જવાબદારો સામે એડજ્યુડીકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ કરશે. આમ ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં બનાવટ હવે નવાઈ જ રહી નથી. આ પ્રકારની બનાવટના લીધે લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. આમ છતાં પણ બનાવટ કરનારા અચકતા નથી. રાજ્યના આરોગ્ય તંત્રએ તેના અંગે નિર્ણય લેવો રહ્યો. આ પ્રકારના મિલાવટખોરોને એટલી કડક સજા કરવી જોઈએ કે બીજા લોકો તેમ કરવા ન પ્રેરાય. હાલમાં તો તેઓને ખાસ સજા થતી ન હોય મિલાવટ કરનારાઓને જાણે છૂટો દોર મળી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચોઃ અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી

આ પણ વાંચોઃ વડોદરામાં રામનવમીની નીકળશે શોભાયાત્રા

આ પણ વાંચોઃ વલસાડના પારડી નેશનલ હાઇવે પર અકસ્માત, એકનું મોત અને એક ઇજાગ્રસ્ત