Vadodara-Ramnavmi/ વડોદરામાં રામનવમીની નીકળશે શોભાયાત્રા

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા નીકળશે. આજે શહેરમાં 30 શોભાયાત્રા નીકળશે. પોલીસે શોભાયાત્રાની 36 અરજી સામે 30ને મંજૂરી આપી હતી. શોભાયાત્રામાં ષડયંત્ર રોકવા માટે પોલીસ પાસે એક્શન પ્લાન છે. ગયા વર્ષે બે શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. પોલીસે આવી ઘટના રોકવા ગલીઓમાં પતરા લગાવ્યા છે. આ ઉપરાંત બે શોભાયાત્રાનો રૂટ બદલવામાં આવ્યો છે.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 100 વડોદરામાં રામનવમીની નીકળશે શોભાયાત્રા

વડોદરાઃ વડોદરામાં રામનવમીની શોભાયાત્રા નીકળશે. આજે શહેરમાં 30 શોભાયાત્રા નીકળશે. પોલીસે શોભાયાત્રાની 36 અરજી સામે 30ને મંજૂરી આપી હતી. શોભાયાત્રામાં ષડયંત્ર રોકવા માટે પોલીસ પાસે એક્શન પ્લાન છે. ગયા વર્ષે બે શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. પોલીસે આવી ઘટના રોકવા ગલીઓમાં પતરા લગાવ્યા છે. આ ઉપરાંત બે શોભાયાત્રાનો રૂટ બદલવામાં આવ્યો છે.

આ ઉપરાંત પોલીસે કોમી માનસિકતા ધરાવતા બે હજાર ઇસમોના ચહેરા સોફ્ટવેરમાં ઉમેર્યા છે. શોભાયાત્રા દરમિયાન આ ચહેરા દેખાશે તો તેમને સ્થળ પર ડિટેક્ટ કરવામાં આવશે. શોભાયાત્રામાં 1,500 જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.

વડોદરામાં રામનવમીની ભવ્ય ઉજવણી નિમિત્તે કાલાઘોડા સ્થિત રામજી મંદિર, શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા રામમંદિર, બિલગામ અને વડસર સહિતના રામમંદિર ઉપરાંત અન્ય રામમંદિરોમાં બપોરે 12 વાગે મહાઆરતી યોજાશે. તેની સાથે ભગવાન શ્રીરામના અભિષેકનો કાર્યક્રમ પણ થશે.

શહેરમાં કુંભારવાડાથી નીકળનારી રામનવમીની શોભાયાત્રા ફતેપુરા ચારરસ્તા, અડાણીયાપુલ ચારરસ્તા, ચાંપાનેર દરવાજા થઈ માંડવી એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિરથી હઠીલા હનુમાન મંદિર ખાતે પૂરી થશે અને ત્યાં સાજે સાડા સાતની આરતી થશે. સંવેદનશીલ વિસ્તારોમાં પસાર થનારી શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા બધી તૈયારીઓ કરવામાં આવી છે. તેની સાથે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડીને બધી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા અને વૈકલ્પિક રુટ નક્કી કરવામાં આવ્યા છે. કુંભારવાડાથી આખા યાત્રાના રુટના વિસ્તારને બપોરના ત્રણથી રાતના આઠ વાગ્યા સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી