Not Set/ સુરેન્દ્રનગરમાં સીએમ રૂપાણીએ કર્યું ધ્વજવંદન : પાટડીમાં નવી GIDC સહીત કરી આ મોટી જાહેરાતો

આજે ભારતનો 72મો સ્વાતંત્રતા દિવસ છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ એવા જવાહર ગ્રાઉન્ડ ખાતેથી ધ્વજ ફરકાવીને મુખ્યમંત્રી રૂપાણીએ 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી સહીત રાજ્યના વિવિધ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. આ […]

Top Stories Gujarat India
Vijay Rupani SURENDRANNAGAR2 સુરેન્દ્રનગરમાં સીએમ રૂપાણીએ કર્યું ધ્વજવંદન : પાટડીમાં નવી GIDC સહીત કરી આ મોટી જાહેરાતો

આજે ભારતનો 72મો સ્વાતંત્રતા દિવસ છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ એવા જવાહર ગ્રાઉન્ડ ખાતેથી ધ્વજ ફરકાવીને મુખ્યમંત્રી રૂપાણીએ 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી સહીત રાજ્યના વિવિધ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે. મહાનુભાવોના બલિદાનને સાર્થક કરીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી ગુજરાત સતત વિકાસથી આગળ ધપી રહ્યું છે. વાંચ્છુકો, દલિતો સહિત તમામ જાતિને સમાન અધિકાર છે. કર્તવ્ય ભાવ વિના આગળ વધવું અશક્ય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રસંગે વિવિધ જાહેરાતો કરતા જણાવ્યું કે, ચેન સ્નેચિંગ કેસ માં 10 વર્ષ ની સજા નો કાયદો બનાવવામાં આવશે. 31 ઓક્ટોબરે સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટા સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવશે. ધોલેરાને સિંગાપુર કરતા મોટું સિટી બનાવી ડેવલપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સેવા સેતુ નો ચોથો તબક્કો 24 ઓગસ્ટ થી રાજ્ય માં શરૂ કરાશે. સુરેન્દ્રનગરમાં નવી એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરાશે. જયારે જિલ્લાના પાટડી તાલુકામાં નવી GIDC શરૂ કરવામાં આવશે. ઓટોહબનો લાભ સમગ્ર રાજ્યને મળશે. સાંથળીની નવી જમીન રૂ. 30000 હેકટર દીઠ આપવામાં આવશે, પહેલા રૂ. 15000 હેકટર દીઠ આપવામાં આવતા હતા.

DHP92rEUIAAOUGQ e1534316534138 સુરેન્દ્રનગરમાં સીએમ રૂપાણીએ કર્યું ધ્વજવંદન : પાટડીમાં નવી GIDC સહીત કરી આ મોટી જાહેરાતો

ધ્વજવંદન કાર્યક્રમમાં હેલિકોપ્ટર મારફતે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. ધ્વજવંદન કર્યા બાદ મુખ્યપ્રધાને ગુજરાતની જનતા જોગ ઉદબોધન કર્યુ હતુ. સીએમ રૂપાણીએ પોતાના ઉદબોધનની શરૂઆત સુરેન્દ્રનગરના વીર પુરુષને યાદ કર્યા હતા. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર શહેરને દુલ્હનની જેમ શણગારવાાં આવ્યું છે.

મુખ્યમંત્રી રૂપાણીએ કરેલી મોટી જાહેરાતો:

-પ્રાથમિક શાળા, કન્યા કેળવણીમાં 100 સફળતા મેળવી.

-શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષા અભિયાન.

-10 હજાર ક્લાસ દ્ગારા વર્ચ્યુઅલ શિક્ષણ.

-તમામ કોલેજ, યુનિવર્સિટીમાં વાઈફાઈ કનેક્શન અપાશે.

-દરેક યુવાનને કામ મળે તે માટે એક લાખ યુવાનોને એપ્રેન્ટીસ યોજના.

-સુરાજ્ય માટે જનશક્તિની તાકાત જોડી ગુજરાત પાણીદાર બનાવીશું.

-સુજલામ સુફલામ યોજના લોકોએ પોતાની બનાવી.

-દરિયાના ખારા પાણીને મીઠા બનાવી ઉપયોગ કરીશું.

-ગુજરાતમાં કૃષિક્રાંતી તરફ આગળ વધી રહ્યા છીએ.

-ખેડૂતોની આવક 2022માં બમણી થાય તે દીશામાં કામ કરીશું.

-માઈક્રો અને ડ્રીપ ઈરિગેશનમાં આપણે આગળ વધી રહ્યા છીએ.

-ખેડૂતને વીજળી, પાણી, બિયારણ મળે તો દુનિયાની ભુખ ભાંગે.

-રાજ્ય સરકાર 5 હજાર કરોડના ખર્ચે ખરીદી કરી ટેકો આપ્યો.

-જ્યોતિ ગ્રામ યોજના દ્ગારા ભારતમાં ક્રાંતિ કરી

-ખેડૂતોને મફત વીજળી સહિત વધારાની વીજળીથી આવક થાય

-ACBને મજબૂત બનાવી ભ્રષ્ટાચાર ડામવા પ્રયાસ.

-પોલીસ જવાનોને મોબાઈલમાં ગુનેગારોનો ડેટા ઉપલબ્ધ કરાવ્યા.

-ગુજરાતની માતા બહેનોને સલામતી માટે 181 અભયમ લોન્ચ કરી.

-ગુજરાતમાં બહેનોના ગળામાં હાથ નાખશે તો કડક સજા મળશે.

-ચેઈનની લૂંટ કરનારાને સખત સજાનો કડક કાયદો લાવી રહ્યા છીએ.

-31 ઓક્ટોબરે સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવીને શ્રદ્ધાંજલિ અર્પીશું.

-બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ ગુજરાત બન્યું છે.

-દુનિયા સાથે આપણા વેપારીઓ જોડાશે, યુવાનોને રોજી રોટી મળશે.

-ધોલેરાને સિંગાપોરથી મોટું સિટી બનાવી વેપાર વધારીશું.

-ગુજરાત મારો આત્મા, ભારત મારો પરમાત્મા.

-લગ્ન માટે 1200 રૂપિયાના ભાડે ST બસ સરકાર આપશે.

-રસ્તામાં તડફડતા માણસને તાત્કાલિક સારવાર માટે સહાય.

-ઈજાગ્રસ્તને સારવાર માટે સરકાર રૂ.50 હજાર હોસ્પિટલને આપશે.

-છેવાડના માનવી સુધી સુવિધા પહોંચાડવા સરકાર કામ કરે છે.

-વનવાસી બંધુ યોજનામાં 80 હજાર કરોડની વ્યવસ્થા કરી છે.

-નાના માણસોના પ્રશ્નોના નિરાકરણ માટે યોજનાની જાહેરાત.

-સેવા સેતુનો ચોથો તબક્કો 24 ઓગસ્ટથી ફરીથી શરૂ થશે.

-5 – 5 ગામના ક્લસ્ટર બનાવી અધિકારીઓ સ્થળ પર જશે.

-4 તબક્કા પહેલા એક કરોડ લોકોના કામ પતાવ્યા.

-સુરેન્દ્રનગરમાં એગ્રીકલ્ચર કોલેજની સ્થાપના થશે.

-નવું શૈક્ષણિક હબ શરૂ થશે.

-પાટડીના વાણોદમાં નવી GIDCની સ્થાપના થશે.

-દલિત ગરીબ લોકોને સાંથળીની જમીન મળશે.

-જમીન નવસાધ્ય કરવા હેક્ટર દીઠ 15 હજારથી વધરી 30 હજાર આપશે.

-85 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય સરકારે કર્યો.

-પાટણ, સિદ્ધપુરમાં મંદિરના વિકાસ માટે 3 – 3 કરોડ ફાળવશે.

કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અમદાવાદમાં, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં, કૌશિક પટેલ સુરતમાં, સૌરભ પટેલ મહેસાણામાં, ગણપતસિંહ વસાવા દાહોદમાં, જયેશ રાદડિયા જામનગરમાં, કુંવરજી બાવળીયા અમરેલી ખાતે તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા જૂનાગઢ ખાતે ધ્વજવંદન કરાવશે.

આજે શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે 72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં મહામહિમ રાજયપાલ અને મુખ્યમંત્રી ત્રિરંગો ફરકાવીને સલામી ઝીલી હતી. તે પૂર્વે મંગળવારે સી.એમ.ની ઉપસ્થિતિમાં એટહોમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વઢવાણ, થાન, ચોટીલામાં લોકાર્પણ તેમજ સંમેલનો યોજાયા હતા.