Not Set/ જે ધોની ના કરી શક્યો એ આ યુવાન વિકેટ કિપરે કરી બતાવ્યું,સદી ફટકારી રચ્યો ઇતિહાસ

રાંચી, ભારતના યુવા વિકેટકીપર કમ બેટ્સમેન ઇશાન કિશનએ ટી-20 મેચમાં સદી ફટકારીને એક રેકોર્ડ તેને નામ કર્યો છે.ઝારખંડના વિકેટકિપર અને કેપ્ટન એવા ઇશાન કિશને  સૈઇદ મુસ્તાક અલી ટી -20 ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ ધમાકેદાર સદી ફટકારી મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ઇશાન કિશને ઝારખંડ માટે રમત સૈયદ મુસ્તાક અલી ટી -20 ટ્રોફીની એક મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમ વિરુદ્ધ 55 બોલમાં […]

Top Stories Trending Sports
011 3 જે ધોની ના કરી શક્યો એ આ યુવાન વિકેટ કિપરે કરી બતાવ્યું,સદી ફટકારી રચ્યો ઇતિહાસ

રાંચી,

ભારતના યુવા વિકેટકીપર કમ બેટ્સમેન ઇશાન કિશનએ ટી-20 મેચમાં સદી ફટકારીને એક રેકોર્ડ તેને નામ કર્યો છે.ઝારખંડના વિકેટકિપર અને કેપ્ટન એવા ઇશાન કિશને  સૈઇદ મુસ્તાક અલી ટી -20 ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ ધમાકેદાર સદી ફટકારી મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે.

ઇશાન કિશને ઝારખંડ માટે રમત સૈયદ મુસ્તાક અલી ટી -20 ટ્રોફીની એક મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમ વિરુદ્ધ 55 બોલમાં સદી ફટકારી હતી.ટી-20 મેચોમાં ભારતમાં એક વિકેટ કિપર,કેપ્ટન અને બેટ્સમેન તરીકે ઇશાન કિશન પહેલો સદીવીર બન્યો છે.

વિકેટ કિપર અને બેટ્સમેન તરીકે હજુ સુધી એમ એસ ધોની પણ ટી-20 મેચમાં સદી ફટાકારી નતી શક્યા ત્યારે કોઈ ટીમના વિકેટ કિપર અને કેપ્ટન તરીકે ટી -20ક્રિકેટમાં સદી ફટકારનારા ઇશાન કિશન પહેલો બેટ્સમેન બન્યો છે..

ઇશાન કિશન પહેલા વિકેટ કિપર અને કેપ્ટન તરીકે કોઈ પણ ભારતીય બેટ્સમેન ટી -20 ક્રિકેટમાં સદી કરી શક્યા નથી. એટલું જ નહીં મહેન્દ્ર સિંહ ધોની પણ લગાવી શક્યા નથી. ઈશાન કિશન પહેલાં વિકેટ કીપર કેપ્ટન તરીકે દિનેશ કાર્તિકએ 90 રનની સર્વોચ્ચ ઇનિંગ્સ રમી હતી. 2010માં કાર્તિકએ તમિલનાડુના કેપ્ટન તરીકે આ ઇનિંગ્સ આંધ્રપ્રદેશ સામે રમ્યા હતા.

જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ ઇશાન કિશન માત્ર 55 બોલમાં 100 રન અણનમ કર્યા હતા. ઇશાને આ ઇંનિગ્સમાં  7 છક્કા અને  8 ચોકા માર્યા. ઇશાન કિશનની આ સદીના કારણે ઝારખંડે જમ્મુ-કાશ્મીરને 9 વિકેટથી હરાવ્યું.

જમ્મુ-કાશ્મીરે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 9 વિકેટ પર 168 રન બનાવ્યા, ત્યારબાદ ઝારખંડની ટીમે 16.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી અને લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો.