Not Set/ બિયાસ,રાવી અને સતલેજનું પાણી ડાયવર્ટ કરાશે તો પાકિસ્તાનને અસર નહીં પડે : પાક. મંત્રી

ઇસ્લામાબાદ, પુલવામા હુમલા બાદ, ભારતે ભલેને પાકિસ્તાન જવા વળી નદીઓનું પાણી રોકવાની વાત કરી હોય. પરંતુ ભારતના પગલાંથી પાકિસ્તાનને કોઈ અસર થવાની નથી..એવું કહેવું છે કે પાકિસ્તાન જળ સંસાધન મંત્રાલયના સચિવ ખ્વાજા શુમૈલનું પાકિસ્તાની અખબારને આપેલ ઈન્ટરવ્યુમાં ખ્વાજા શુમૈલે કહ્યું કે જો ભારત બિયાસ,રાવી અને સતલેજ જેવી પૂર્વીય નદીઓના પાણીને બંધ કરશે તો તે પાકિસ્તાનને અસર કરશે […]

Top Stories India Trending
011 2 બિયાસ,રાવી અને સતલેજનું પાણી ડાયવર્ટ કરાશે તો પાકિસ્તાનને અસર નહીં પડે : પાક. મંત્રી

ઇસ્લામાબાદ,

પુલવામા હુમલા બાદ, ભારતે ભલેને પાકિસ્તાન જવા વળી નદીઓનું પાણી રોકવાની વાત કરી હોય. પરંતુ ભારતના પગલાંથી પાકિસ્તાનને કોઈ અસર થવાની નથી..એવું કહેવું છે કે પાકિસ્તાન જળ સંસાધન મંત્રાલયના સચિવ ખ્વાજા શુમૈલનું

પાકિસ્તાની અખબારને આપેલ ઈન્ટરવ્યુમાં ખ્વાજા શુમૈલે કહ્યું કે જો ભારત બિયાસ,રાવી અને સતલેજ જેવી પૂર્વીય નદીઓના પાણીને બંધ કરશે તો તે પાકિસ્તાનને અસર કરશે નહીં.સિંધુ જળ કરાર હેઠળ ભારત પાસે અધિકાર છે કે આ ત્રણ નદીઓના પાણીના વહેણ તેઓ બદલી શકે છે.આની પર અમને વાંધો ના હોઇ શકે.

જો કે ખ્વાજા શુમૈલે બીજી ત્રણ નદીઓના વહેણ બદલા પર પોતાનો વિરોધ બતાવ્યો હતો. ખ્બાજા શુમૈલે કહ્યું કે ભારત જો ચિનાબ,સિંધુ કે જેલમ નદીનું પાણી જો ડાયવર્ટ કરાશે તો પાકિસ્તાન તેનો વિરોધ કરશે.કેમ કે સિંધુ જળ કરાર હેઠળ આ ત્રણ નદીના પાણી ભારત ડાયવર્ટ ના કરી શકે.

પાણી રોકવા પર શું કહ્યું હતું ગડકરીએ..

ઉલ્લેખનીય છે કે  કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રવિ, બિયાસ અને સતલેજનું પાણી યમુનામાં ડાયવર્ટ કરાશે. આ ત્રણેય નદીઓના પાણી પાકિસ્તાનમાં પહોંચી રહ્યાં છે. આ ત્રણેય નદીઓના પાણી દ્રારા જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણા સહિતના ઘણાં રાજ્યોમાં સિંચાઇ માટે પૂરા પડાશે અને ખેડૂતો વિવિધ પ્રકારની પાક ઉગાડવામાં સક્ષમ બનશે. આ ત્રણ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઈ ગયું છે.

સિંધુ જળ સમજુતી પર નહિ પડે અસર…

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વધુમાં કહ્યું હતું કે ત્રણ નદીઓના પાણીને રવાના કરવાની યોજના લાંબા ગાળાના છે. જેમાંથી કોઈ પણ સિંધુ જળ સંધિને અસર કરશે નહીં. આ યોજના આગામી 6 વર્ષમાં પૂર્ણ થઈ જશે. નદીઓ પર બાંધકામનું કામ શરૂ થયું છે.

જણાવીએ કે નિતિન ગડકરીએ પાકિસ્તાનના ભારતના ભારતના ભાગમાંથી પાકિસ્તાન તરફ પાછા ફરવા વિશે વાત કરી દીધી છે. જો કે, તેમના નિવેદન એક સમયે આવી હતી જ્યારે પુલવામા ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે.