ahmedabad accident/ AMTS બસે માતા પુત્રીને અડફેટે લેતા કન્ડકટરને લોકોએ કર્યો પોલીસના હવાલે

વાસણા વિસ્તારમાં AMTS બસે માતા પુત્રીને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. AMTS બસે માતા-પુત્રીને અડફેટે લેતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 99 AMTS બસે માતા પુત્રીને અડફેટે લેતા કન્ડકટરને લોકોએ કર્યો પોલીસના હવાલે

અમદાવાદ: વાસણા વિસ્તારમાં AMTS બસે માતા પુત્રીને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. AMTS બસે માતા-પુત્રીને અડફેટે લેતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું. લોકોએ બસ ચાલાક અને કન્ડકટરને પકડયા. જો કે બસચાલક નાસી છૂટવામાં સફળ થયો. અને કન્ડકટરની લોકોએ ધુલાઈ કર્યા બાદ પોલીસને હવાલે કર્યો. આ ઘટનામાં માતા-પુત્રીની ઇજાઓ પંહોચી છે. તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. AMTS બસે માતા-પુત્રીને અડફેટે લેતા ટોળાએ પણ બસચાલક અને કન્ડકટરને ઘેરી લીધા હતા. AMTS બસ ચાલકની બેદરકારીની સજા માતા-પુત્રીની મળી. આ ઘટનામાં પોલીસ લોકોના આક્રોશને જોતા કન્ડકટરની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે શહેરમાં લોકોમાં વાહન ચલાવવામાં બેદરકારી વધી છે. દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. હાલમાં શિવરંજનીના કેશવબાગ પાસે એક કાર ચાલકે ચાર રસ્તા પર ઉભેલ સ્કુટી ચાલક યુવતીને અડફેટે લીધી હતી. ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતીનું ટૂંકી સારવામાં મોત નિપજ્યું હતું. યુવતીના પિતાએ લોકોમાં વાહન ચલાવવામાં શિસ્તતા આવે તે માટે અકાળ અવસાન પામનાર યુવતીને અનોખી શ્રદ્ધાજંલિ સભા રાખી હતી. જેમાં લોકોને વાહનમાં બેદરકારી ના દાખવવામાં આવે અને તમારી સ્પીડની મજાની અન્યને સજા ના મળે તેવો સંદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દિલ્હી દરવાજા પાસે AMTS બસ ચાલકની વાહન ચલાવવામાં બેદરકારીએ એક માસૂમનો જીવ લીધો હતો. આ દુર્ઘટનામાં માસૂમ બાળકનું મોત થતા પરિવાર સહિત લોકોમાં AMTS બસ ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી. શહેરમાં અનેક સ્થાનો પરના માર્ગો પર વિવિધ પ્રકારની કામગીરી થઈ રહી છે. માર્ગો સાંકડા થયા છે કે પછી ટ્રાફિક વધ્યો છે કે પછી લોકોમાં વાહન ચલાવવા બાબતે બેદરકારી વધી છે. અંતતઃ માર્ગો અકસ્માતોમાં આખરે માસૂમોના મોત થઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Ahmedabad-Fire Incident/બોપલના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં ભીષણ આગ દુર્ઘટના, ભારે જહેમત બાદ 2 કલાકમાં મેળવ્યો કાબૂ, જાનહાનિ ટળી

આ પણ વાંચોઃ Cyber Fraud/MICA ના વડા શૈલેન્દ્ર રાજ મહેતા સાથે કરોડથી વધુ રકમનો સાઇબર ફ્રોડ

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ Ahmedabad Incident/વાડજની પરિણીતા પાસે સાસરિયાઓએ  કરી દહેજની માંગણી, પતિએ છૂટાછેડા માંગતા આપ્યું