Not Set/ રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ, જિલ્લામાં જોવા મળ્યુ મેઘાનું રૌદ્ર સ્વરૂપ

  રાજકોટમાં આજે સવારથી જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. વહેલી સવારથી વરસાદ પડી રહ્યો હોવાથી સ્થિતિ વણસી છે. રાજકોટમાં વરસાદ કેટલો પડી રહ્યો છે તેનો અંદાજ તમે એ વાતતી લગાવી શકો છો કે, અહી દુકાન અને ચેમ્બરોમાં પાણી ભરાઇ ગયા છે.   રાજકોટમાં આજે વરસાદ આફતરૂપે આવ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. […]

Gujarat Rajkot
af89eb3db82a2ff5c86a96354b4af34e રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ, જિલ્લામાં જોવા મળ્યુ મેઘાનું રૌદ્ર સ્વરૂપ
 

રાજકોટમાં આજે સવારથી જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. વહેલી સવારથી વરસાદ પડી રહ્યો હોવાથી સ્થિતિ વણસી છે. રાજકોટમાં વરસાદ કેટલો પડી રહ્યો છે તેનો અંદાજ તમે એ વાતતી લગાવી શકો છો કે, અહી દુકાન અને ચેમ્બરોમાં પાણી ભરાઇ ગયા છે.  

રાજકોટમાં આજે વરસાદ આફતરૂપે આવ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અહી આવેલા લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડતા જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. ખાસ કરીને નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી લોકો ખૂબ પરેશાન થઇ રહ્યા છે. છેલ્લા ઘણા કલાકોથી સતત વરસાદ પડતો હોવાના કારણે રાજકોટ શહેરનાં મુખ્ય માર્ગો પાણી-પાણી થઇ ગયા છે. આજી નદીનાં તટ વિસ્તારની અંદર મહાનગરપાલિકા દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યુ છે કે જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તેઓ સુરક્ષિત સ્થાને પહોંચી જાય. આ સાથે ફાયર બ્રિગેડની દસ ટીમોને આ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. ડેપ્યુટી કમિશ્નર પદનાં અધિકારીઓ આ સ્થાને પહોંચી ગયા છે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.