Not Set/ સુરેન્દ્રનગર બન્યું જુગારધામનું હબ, થાનમાં ખુલ્લેઆમ જુગારધામ બાદ પણ પોલીસના આંખ આડા કાન

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર અનેક વખત પોલીસ ને થાનગઢ વાસીઓ દવારા રજુઆત કરી છે છતાં આવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર ને પોલીસ છાવરતી હોવાનો રહેવાસીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.ગૃહવિભાગ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ ને લેખિત રજુઆત છતાં જાહેર માં જુગાર અને દારૂ થાન માં વેચાઈ રહો છે.રાજકોટ વાંકાનેર અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લાના પત્તાંપ્રેમીઓ માટે […]

Gujarat Others
f316b3403ce2b6483901740452bc853e સુરેન્દ્રનગર બન્યું જુગારધામનું હબ, થાનમાં ખુલ્લેઆમ જુગારધામ બાદ પણ પોલીસના આંખ આડા કાન

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

અનેક વખત પોલીસ ને થાનગઢ વાસીઓ દવારા રજુઆત કરી છે છતાં આવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર ને પોલીસ છાવરતી હોવાનો રહેવાસીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.ગૃહવિભાગ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ ને લેખિત રજુઆત છતાં જાહેર માં જુગાર અને દારૂ થાન માં વેચાઈ રહો છે.રાજકોટ વાંકાનેર અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લાના પત્તાંપ્રેમીઓ માટે થાન જુગારધામ નું હબ બન્યું.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન પોલીસની કામગીરી નબળી થતી હોવાની રાવ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉઠવા પામી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ઉઠવા પામી છે. ક્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ અને જુગાર સરેઆમ વેચાઈ રહ્યો છે અને જુગાર રમાઇ રહ્યો છે ત્યારે આ બાબતની રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લા ની પોલીસ ને અવારનવાર કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ પ્રકારની રેડ તે આ બાબતે કોઈ પ્રકારના પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરવામાં ન આવતી હોવાની સુરેન્દ્રનગર જિલ્લામાં રાવ ઉઠવા પામી છે.

ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જીલ્લાનું થાનગઢ એ સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક નગરી તરીકે પ્રસિદ્ધ બન્યું છે ત્યારે બીજી તરફ જિલ્લામાં ક્રાઇમ ના બધા બનાવો અન્ય તાલુકાઓમાં થાનગઢમાં હાલમાં વધુ બની રહ્યા છે ત્યારે ખાસ કરીને થાનગઢમાં અવારનવાર ખંડણી જમીન મકાન પચાવી પાડવા અને ધાક ધમકીથી પૈસા પડાવવાના બનાવો દિન-પ્રતિદિન થાનગઢમાં વધતા જઈ રહ્યા છે જેના કારણે થાન છોડી વેપારીઓ અન્ય શહેરોમાં વસવાટ કરી ધંધો-રોજગાર સ્થાપિત કરવા લાગ્યા છે. ત્યારે આવી ગુનાહિત પ્રવૃતિ કરનાર ને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ થાનગઢ વાસીઓ દ્વારા હાલમાં કરવામાં આવ્યો છે.

ત્યારે ખાસ સુરેન્દ્રનગર જીલ્લાનું થાનગઢ હાલમાં જુગાર ધામ નું હબ બની ચૂક્યું છે ત્યારે થાનગઢ ગામમાં અલગ-અલગ પાંચ વાગ્યે વરલી મટકા અને પત્તા પ્રેમીઓ દ્વારા જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની રાવ થાનગઢ વાસીઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે ખાસ કરી આ બાબતની રજૂઆત પુરાવાઓ સાથે થાનગઢ પોલીસને રહેવાસીઓ દ્વારા કરવામાં આવી હોવા છતાં પણ થાનગઢ પોલીસ આવા જુગારધામ પર દરોડા પાડી રહી નથી એ બાબતે થાનગઢના રહેવાસીઓમાં હાલમાં રોષ વ્યાપી જવા પામ્યો છે અને ખાસ થાનગઢ વાસીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આવી ગુનાહિત પ્રવૃત્તિમાં ગુનેગારોને પોલીસ જ સપોર્ટ કરી રહી છે.

ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માં જુગારધામ ચાલતો હોય અને જે આ જુગારધામ ચલાવી રહ્યા છે તેમના દ્વારા સોશિયલ મીડિયા ઉપર જુગાર રમતા હોવા ના ફોટા વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે થાનગઢમાં વેપારીઓ ઉપરાંત રહેવાસીઓ ને હાલ માં રહેવું મુશ્કેલ પડ્યું છે તેટલું ક્રાઈમ વધી ચૂક્યું છે જાહેરમાં જુગાર ધામ ચાલી રહ્યા છે અને ઠેરઠેર જગ્યાઓ ઉપર થાનમાં વિદેશી અને દેશી દારૂ ના વેપાર  સરેઆમ થઈ રહ્યા છે.

ત્યારે ત્યાંના રહેવાસીઓ દ્વારા પોલીસ મથકે પુરાવાઓ સાથે પોલીસને વિગત આપવામાં આવી હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ જાતની રેડ કે આ લોકોની કોઈપણ પ્રકારની અટકાયત કરવામાં આવતા થાનગઢ રહેવાસીઓ દ્વારા રાજકોટ રેન્જ આઇજી અને ગૃહ વિભાગમાં આ બાબતની લેખિતમાં અરજી કરવામાં આવી છે તેને પણ આજકાલ એક સપ્તાહ જેટલો સમયગાળો વીતી ગયા હોવા છતાં પણ આ જુગારધામો અને દારૂ વેચાણ જાહેરમાં શરૂ જ છે.

જિલ્લા એલ.સી.બી અને થાનગઢ પોલીસ કેમ આવા જાહેરમાં ચાલતા જુગારધામ ઓ અને દારૂ વેચાણકારો ને છાવરી રહી છે  : થાન ના રહેવાસીઓ

સુરેન્દ્રનગરના થાનગઢમાં જાહેરમાં પાંચથી વધુ જગ્યાઓ ઉપર હાલમાં જુગાર ચાલી રહ્યો છે તેઓ ત્યાંના રહેવાસીઓ હાલમાં જણાવી રહ્યા છે ત્યારે બીજી તરફ દારૂ પણ થાનના ફાટક બહારના વિસ્તારમાં બાળ જગ્યા ઉપર દેશી અને વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે તેવું પણ થાનના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બાબતે પોલીસને પણ અવાર-નવાર દારૂ વેચતા હોવાના ફોટો અને જુગાર રમતા હોવા ના વિડિયો ફોટા આપવામાં આવ્યા હોવા છતાં પણ પોલીસ આવા ગુનેગારોને છાવરી રહી હોવાનો આક્ષેપ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

ત્યારે ખાસ થાન પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને પણ આ બાબતની રજૂઆત રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા સાહેબને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સરેઆમ દારૂ અને જુગારના અડ્ડાઓ થાનગઢમાં ચાલુ છે ત્યારે પોલીસ જ આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને છાવરતી હોવાનો આક્ષેપ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા હાલમાં કરવામાં આવ્યો છે.

ત્યારે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને પોતાના કેસો મળી જવાના કારણે કે અન્ય ગામમાં હાલ માં રસ ન લેતી હોવાનું પણ સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.ત્યારે જીલ્લાના અનેક તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં જુગારધામો અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે આ બાબતે પોલીસ આવા ગોરખધંધા કરતા લોકો સામે આંખ આડા કાન કરી રહી હોવાનું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે.

થાન પોલીસ નો ફક્ત જુગાર રમાડવા નો હપત્તો અધધધ.. ૫ લાખ હોવા ની ચર્ચા ?

સુરેન્દ્રનગર જીલ્લાનું થાનગઢ એક ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં સારી એવી નામના પ્રાપ્ત કરી છે ત્યારે બીજી તરફ ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ નબળી બનતી જઈ રહી છે. ત્યારે થાનગઢમાં હાલમાં સરેઆમ દારૂ-જુગારના અડ્ડાઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓ જાહેરમાં થઈ રહી છે ત્યારે આ બાબતે થાન પોલીસ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો હાલમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રેન્જ આઇજી અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ઉપરાંત ગૃહ વિભાગમાં આ બાબતે લેખિત રજૂઆત થાનના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે.

ત્યારે જેમાં થાન પોલીસની રહેમ નજર હેઠળ થાનમાં દારૂ અને જુગાર ધામો માં ચાલી રહ્યા છે ત્યારે અંદાજીત પાંચ જગ્યા ઉપર થાનમાં જુગાર અને દસ જગ્યા ઉપર દારૂના અડ્ડાઓ હાલમાં શરૂ છે એવું ત્યાંના સ્થાનિક લોકો દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું છે ક્યારે થાન પોલીસ આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને છાવરતી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને હાલમાં એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે થાનમાં એક જુગારધામ ચલાવવાના પોલીસ દ્વારા પાંચ લાખ રૂપિયા લેવામાં આવી રહ્યા છે બીજી તરફ દારૂના વેપલા ના પણ પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાના કારણે પોલીસ દારૂ અને જુગારના વેપાર કરતા લોકો ઉપર રેડ કરી શકતી ન હોવાનું સ્થાનિક લોકો દ્વારા હાલમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ત્યારે સત્ય શું છે એ હવે જિલ્લા પોલીસ વડા તપાસ કરી આ બાબતનું સત્ય બહાર લાવી શકશે.

રાજકોટ વાંકાનેર અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લાના પત્તાંપ્રેમીઓ માટે થાન જુગારધામ નું હબ બન્યું.

થાનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કડી બનતા હાલમાં પોલીસની કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને અન્ય પોલીસ ની બ્રાન્ચો હોવા છતાં પણ થાનમાં સરેઆમ દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે ત્યારે આ બાબતે જાહેરમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓ બાબતે સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાજકોટ રેન્જ આઇજી અને ગૃહ વિભાગ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

ત્યારે ગુજરાતનું જુગાર ગામનું હબ હાલમાં સુરેન્દ્રનગર જીલ્લાનું થાનગઢ બની ચૂક્યું છે ત્યારે થાનગઢ માં ચાલતા વરલી મટકા ગુડ્ડડી પાસા અને પત્તાનો જુગાર પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરી થાનગઢમાં હાલમાં ચાલતા આ ગામમાં જુગાર રમવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત રાજકોટ વાંકાનેર અમદાવાદ વિરમગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય જિલ્લાઓ ના લોકો પણ સ્પેશિયલ થાનમાં જુગાર રમવા આવી રહ્યા હોવા નું પણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ત્યારે હાલમાં થાનગઢ સમગ્ર ગુજરાતના જુગારધામ નું હબ બની ચૂક્યું છે ત્યારે શું થાન પોલીસ આ બાબતે અજાણ હશે જિલ્લા પોલીસ વડા પણ આ બાબતે અજાણ હશે અને ખાસ જિલ્લા પોલીસ વડાની નજીકની શાખા ગણાતી એલ.સી.બી પોલીસ અને એસ.ઓ.જી પોલીસને પણ આ બાબતની કોઈ વાતની ખબર નહીં હોય એવા અનેક પ્રકારના સવાલો જિલ્લામાં ઉભા થવા પામ્યા છે.

ત્યારે હાલમાં ત્યાંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા રાજકોટ રેન્જ આઈ.જી અને ગૃહ વિભાગમાં આ ચાલતા જુગારધામ ઓ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.