જામનગર/ સપડા ડેમમાં ન્હાવા પડેલા પાંચ લોકો ડૂબ્યા, તમામ લોકોના મળ્યા મૃતદેહ

જામનગર નજીક આવેલા સપડા ડેમમાં  પાંચ મિત્રો ન્હાવા ગયા હતા જેઓ અચાનકથી તેમા ડૂબી ગયા હતા. પાંચ મિત્રો પૈકી બે મહિલા અને બે પુરુષોના મૃતદેહ મળી ગયા છે.

Top Stories Gujarat Others
Untitled 85 3 સપડા ડેમમાં ન્હાવા પડેલા પાંચ લોકો ડૂબ્યા, તમામ લોકોના મળ્યા મૃતદેહ

જામનગર નજીક આવેલા સપડા ડેમમાં  પાંચ મિત્રો ન્હાવા ગયા હતા જેઓ અચાનકથી તેમા ડૂબી ગયા હતા. પાંચ મિત્રો પૈકી બે મહિલા અને બે પુરુષોના મૃતદેહ મળી ગયા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરી હતી. હાલમાં સામે આવેલી વિગતો અનુસાર ફાયર વિભાગે 5 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગરના પાંચ મિત્રો સપડા ડેમમાં ન્હાવા ગયા હતા. જેઓ પાણીના પ્રવાહમાં તણાઈને ડૂબી ગયા હતા. જે બાદ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ સપડા ડેમ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે પાંચ મિત્રોમાંથી બે મહિલા અને બે પુરૂષોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. સાથે જ ફાયર બ્રિગેડની ટીમ વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.  તો બીજી તરફ નદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

ધોરણ 10માં પાસ થવાની ખુશીમાં યુવાનો નદીએ ન્હાવા ગયા હતા. પરંતું હવે પરિવાર માટે ગમમાં ફેરવાઈ ગઈ છે. ગઈ કાલે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલ રાધેશ્યામ હાઉસિંગ બોર્ડમાં રહેતો 17 વર્ષીય મોહિત તેના મિત્રો 16 વર્ષીય જયસ્વાલ પ્રાંજલ અને સચિન રાજપૂત એમ ત્રણેય મિત્રો ઘરેથી મોપેડ લઈને મોહિતના ધોરણ 10નું પરિણામ લેવા ગેરતપુર નૂતન સ્કૂલમાં ગયા હતા. પરીક્ષામાં મોહિત પાસ થઈ જતાં ત્રણેવ મિત્રો ખુશ થઈ ગયા હતા. અને પોતાની ખુશીને મનાવવા માટે ત્રણેય મિત્રો ઘરે જવાની જગ્યાએ કેનાલમાં નહાવા જવાનો પ્લાન બનાવ્યો.

ત્રણેય મિત્રો મહિજ ખાતેથી પસાર થતી મેશ્વો કેનાલ ખાતે સવારે 11:00 વાગે આવી પહોંચ્યા હતા. પહેલા તો ત્રણેય મિત્રો નાની કેનાલમાં નાહવા માટે પડ્યા હતા અને થોડીવાર પછી બાજુમાંથી પસાર થતી મોટી કેનાલમાં નાહવા પડવાનો પ્લાન બનાવ્યો હતો.  જોકે કેનાલમાં વધુ પાણી હોવાથી સચિન નાહવા માટે અંદર પડ્યો ન હતો. થોડીવાર થતાં બંને મિત્રો કેનાલમાં ન દેખાતા સચિને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને બનાવની જાણ પોલીસને કરી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદ મેળવી કેનાલમાં ગુમ થયેલા બંને કિશોરોની શોધખોળ ચાલુ કરતા સાંજે 5 વાગ્યાના અરસામાં મોહિત અને પ્રાંજલના મૃતદેહ મળી આવ્યા હતા.

બંને બાળકોના મૃતદેહ મળી આવતા માતા-પિતા આઘાતમાં સરકી પડ્યા હતા. કિશોરોના પરિજનો પણ ઘટના સ્થળે પોહચ્યા હતા. પરિજનો પોતાના બાળકોની રાહ જોઈ રહ્યા હતા. અને એમાંય મોહિતના માતા પિતા પોતાના બાળકની પાસ થવાની ખુશી માનવે એ પેહલા જ પોતાના બાળકના મોતના સમાચાર સાંભળી શોકગ્રસ્ત થઈ ગયા છે.

આ પણ વાંચો:યુટ્યુબમાં વિડિયો જોઈ અને USD લે-વેચ કરી સારી આવક મેળવવાની લાલચે યુવકે 6 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા, સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો:અધિક માસમાં દ્વારકાધીશના મંદિર પર ન જોવા મળી ધ્વજા, ભક્તોમાં શરૂ થઈ ચર્ચાઓ

આ પણ વાંચો:માતાએ જ 5 માસની માસૂમની કરી હત્યા!

આ પણ વાંચો:સુરતના પીપલોદ-ડુમસ રોડ પર કાર પર બેસી સ્ટંટ કરના નબીરાઓની ધરપકડ, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

આ પણ વાંચો:કડી-કલોલના બે દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, એજન્ટ આ રીતે પડાવ્યા લાખો રૂપિયા