Not Set/ એક છોકરીએ બોયફ્રેન્ડ પર કરી કમેન્ટ, પછી શું થયું જાણીને રહી જશો દંગ

વલસાડની એક કોલેજના કલાસરૂમમાં બે છોકરીઓ બોયફ્રેન્ડ માટે ઝઘડતી હોય તેવો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. એક છોકારી દ્વારા બીજી યુવતીના બોયફ્રેન્ડ વિશે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવામાં આવી હતી. આ કોમેન્ટની જાણ છોકરીને થતા તેણે બીજી છોકરી સાથે ઝઘડો શરુ કરી દીધો હતો. સૌથી પહેલા તો કલાસરૂમની અંદર બે છોકરીઓ વચ્ચે બોલચાલી થઈ હતી. […]

Top Stories Gujarat India
ફ્હ્ફ્ગકુયજ્ર્ફ્ગદ્સ્જ્હ એક છોકરીએ બોયફ્રેન્ડ પર કરી કમેન્ટ, પછી શું થયું જાણીને રહી જશો દંગ

વલસાડની એક કોલેજના કલાસરૂમમાં બે છોકરીઓ બોયફ્રેન્ડ માટે ઝઘડતી હોય તેવો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. એક છોકારી દ્વારા બીજી યુવતીના બોયફ્રેન્ડ વિશે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવામાં આવી હતી.

આ કોમેન્ટની જાણ છોકરીને થતા તેણે બીજી છોકરી સાથે ઝઘડો શરુ કરી દીધો હતો. સૌથી પહેલા તો કલાસરૂમની અંદર બે છોકરીઓ વચ્ચે બોલચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો બીચકાતા બન્ને છોકરીઓએ કલાસરૂમને અખાડો બનાવી ખુલ્લાહાથની મારા મારી કરી હતી. હાલ તો આ વાઈરલ થયેલો વિડિઓ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

વલસાડ જીલ્લાનાં સેલવાસનું યુવાધન અધોગતિના પંથે જઈ રહ્યું હોય એમ જણાઈ રહ્યું છે. હુક્કા પીતી યુવતીઓ બાદ હવે બોયફ્રેન્ડ પર હક્કને લઇ તથા કોમેન્ટ કરવા મુદ્દે કોલેજના ક્લાસ રૂમમાં ઝગડો થતો વિડિઓ વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી શાળાની એક કિશોરી ખુલ્લેઆમ યુવકને ઇસારા કરતી નજરે ચડી છે. આવી ઘટનાઓ વાલીઓ માટે એક ગંભીર ચિંતાનો વિષય બની ચુકી છે.સેલવાસની એક કોલેજમાં બે વિદ્યાર્થિની વચ્ચે બોયફ્રેન્ડ પર પોતાના હક્કને લઇ ઝઘડો થયો હતો.

ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે બંને વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી.આ લાઇવ ઝઘડાને કોલેજની જ કોઇ વિદ્યાર્થિનીએ પોતના મોબાઇલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વીડિયોમાં સાંભળવા મળતી વાતચીત મુજબ એક યુવતી કોલેજ કલાસ રૂમમાં બેઠી છે. ત્યારબાદ એક યુવતી બીજી યુવતી સાથે ઝગડો કરે છે અને કહે છે કે, તુએ ફલાણા યુવકના કહેવાથી મારા બોય ફ્રેન્ડ માટે કૉમેન્ટ કેમ લખી.