અમદાવાદ શહેરની જાહેર સલામતી અને સુરક્ષાને લઇ ચાઈનીઝ તુક્કલના વેચાણ અને ઉડાડવા પર શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ આદેશ અનુસાર, આ જાહેરનામાનો અમલ ૧૪/૧૦/૨૦૧૭ થી ૦૫/૧૧/૨૦૧૭ સુધી રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ આઈપીસીની ધારા મુજબ તે શિક્ષાને પાત્ર રહેશે. મહત્વનું છે કે, ચાઈનીઝ તુક્કલના ઉડાડવાથી આગજની, કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનીના બનાવ બનવાની ભીતિ રહે છે, તેમજ પર્યાવરણને પણ નુકશાન પહોચે છે.