Not Set/ જળસંગ્રહની સ્થિતિ : 204 જળાશયોમાં લગભગ 91 ટકા જેટલો પાણીનો જથ્થો

ગુજરાતમાં ચાલુ વર્ષે મેધરાજાએ મહેર વરસાવી છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સમસ્યા લગભગ દૂર થઇ ગઇ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 126.17 ટકા વરસાદ વરસ્યો છે. સારા વરસાદનાં પગલે રાજ્યનાં 204 જળાશયોમાં લગભગ 91 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 99 જળાશયો છલકાયાં […]

Top Stories Gujarat Others
pjimage 5 જળસંગ્રહની સ્થિતિ : 204 જળાશયોમાં લગભગ 91 ટકા જેટલો પાણીનો જથ્થો

ગુજરાતમાં ચાલુ વર્ષે મેધરાજાએ મહેર વરસાવી છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સમસ્યા લગભગ દૂર થઇ ગઇ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 126.17 ટકા વરસાદ વરસ્યો છે.

સારા વરસાદનાં પગલે રાજ્યનાં 204 જળાશયોમાં લગભગ 91 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 99 જળાશયો છલકાયાં છે. જ્યારે 62 ટકા જળાશયો 70થી 100 ટકા સુધી ભરાયા છે. જ્યારે 15 જળાશયો 50થી 70 ટકા ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 61.23 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 97.37 ટકા, કચ્છના 20 જળાશયોમાં 73 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 87 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 98.54 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સોરાષ્ટ્રના જળાશયોમાં નવા પાણીની આવક થતા સૌરાષ્ટ્રવાસીઓએ આગામી દિવસોમાં નર્મદાના પાણી ઉપર આધાર રાખવો નહીં પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

  • રાજ્યના 204 જળાશયોમાં 5.05 લાખ MCFT પાણી
  • 100માંથી 90.84 ટકા જળસંગ્રહ
  • 204 પૈકી 99 જળાશયો 100 ટકા છલકાયાં
  • 62 જળાશયોમાં 70 થી 100 ટકા જળસંગ્રહ
  • 14 જળાશયોમાં 50 થી 70 ટકા જળસંગ્રહ
  • ઉત્તરગુજરાત – 15 જળાશયોમાં 61.23 ટકા જળસંગ્રહ
  • મધ્યગુજરાત – 17 જળાશયોમાં 97.61 ટકા જળસંગ્રહ
  • દક્ષિણગુજરાત – 13 જળાશયોમાં 97.37 ટકા જળસંગ્રહ
  • કચ્છના 20 જળાશયોમાં 75.59 ટકા જળસંગ્રહ
  • સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 86.80 ટકા જળસંગ્રહ
  • સરદાર સરોવર નર્મદામાં 3.29 લાખ MCFT,
  • સરદાર સરોવર 98.54 ટકા ભરાયેલો

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.