Not Set/ જાદુ-ટોનાથી સારવાર કરાવનારા લોકો થઇ જજો સાવધાન! MPનો આ કિસ્સો જાણીને થઇ જશો સ્તબ્ધ

21 મી સદીના ટેકનોલોજીના યુગમાં વિશ્વમાં આરોગ્યની ચિકિત્સામાં મોટી પ્રગતિ થઇ છે, પરંતુ ત્યારબાદ પણ કોરોના વાયરસ જેવા રોગચાળા માટે કોઈ ઉપાય શોધી શક્યો નથી. બીજી બાજુ, આજે પણ ઘણા લોકો અંધશ્રદ્ધાથી રોગોથી પીડાતા લોકોની સારવાર કરી રહ્યા છે, આ વચ્ચે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  મધ્ય પ્રદેશના રતલામમાં એક ઢોંગી શખ્સનું કોરોના ઇન્ફેક્શનથી […]

Uncategorized
22c3a37b374c02478203f274c4bfeb2b જાદુ-ટોનાથી સારવાર કરાવનારા લોકો થઇ જજો સાવધાન! MPનો આ કિસ્સો જાણીને થઇ જશો સ્તબ્ધ
22c3a37b374c02478203f274c4bfeb2b જાદુ-ટોનાથી સારવાર કરાવનારા લોકો થઇ જજો સાવધાન! MPનો આ કિસ્સો જાણીને થઇ જશો સ્તબ્ધ

21 મી સદીના ટેકનોલોજીના યુગમાં વિશ્વમાં આરોગ્યની ચિકિત્સામાં મોટી પ્રગતિ થઇ છે, પરંતુ ત્યારબાદ પણ કોરોના વાયરસ જેવા રોગચાળા માટે કોઈ ઉપાય શોધી શક્યો નથી. બીજી બાજુ, આજે પણ ઘણા લોકો અંધશ્રદ્ધાથી રોગોથી પીડાતા લોકોની સારવાર કરી રહ્યા છે, આ વચ્ચે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 

મધ્ય પ્રદેશના રતલામમાં એક ઢોંગી શખ્સનું કોરોના ઇન્ફેક્શનથી મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, આ ઢોંગી શખ્સ લોકોના હાથને ચુંબન કરીને સારવાર કરવાનો દાવો કરતો હતો. આ સિવાય તે પાણીમાં ફૂંકીને મંત્રિત કરીને લોકોને ઈલાજ કરવાનો દાવો પણ કર્યો હતો. પરંતુ તે જ ધોન્ગીનું કોરોનાથી મૃત્યુ થયા પછી વહીવટીતંત્ર એકશનમાં આવ્યું છે અને તેની પાસે સારવાર કરાવનારાઓની સૂચિ કાઢી છે. 

રતલામના સીએચએમઓ ડો.પ્રભાકર નાનાવરેએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં મૃતક વ્યક્તિના સંપર્કમાં આવેલા 7 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ  આવ્યો છે, જેમાં ગર્ભવતી સ્ત્રી શામેલ છે.

આવી સ્થિતિમાં વહીવટી તંત્રે અંધશ્રદ્ધાના નામે શહેરમાં ઢોંગ કરી રહેલા લોકો વિશેની માહિતી એકઠી કરી હતી, જેમાંથી આશરે 37 લોકો ફક્ત શહેરમાં જ જોવા મળ્યા હતા, જે લોકોને અંધશ્રદ્ધા નામે સારવાર કરી આપે છે. આ તમામ લોકોને તંત્ર દ્વારા ક્વોરોન્ટીન  કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….