Not Set/ કચ્છ : જળાશયો છલકાવવા છતાંય, પાણીની સમસ્યા યથાવત, અને રસ્તાઓ ખાડામાં તબદીલ

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ચાલુ વર્ષે મેધરાજા મનમુકીને વરસ્યા હોવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. અને કેટલાક જળાશયો છલકાયા છે. જેથી આગામી દિવસોમાં કચ્છમાં પાણીની સમસ્યા દૂર થવાની શકયતા છે. ત્યારે મુદ્રામાં નિયમિત પાણી નહીં મળતા લોકોમાં રોષ ફેલાયો છે. મુદ્રામાં આવેલા અદાણી પોર્ટમાં મોટી સંખ્યામમાં પરપ્રાંતિય લોકો કામ કરે છે. દરમિયાન પાણીની સમસ્યાને […]

Top Stories Gujarat Others
પાણી કચ્છ : જળાશયો છલકાવવા છતાંય, પાણીની સમસ્યા યથાવત, અને રસ્તાઓ ખાડામાં તબદીલ

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ચાલુ વર્ષે મેધરાજા મનમુકીને વરસ્યા હોવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. અને કેટલાક જળાશયો છલકાયા છે. જેથી આગામી દિવસોમાં કચ્છમાં પાણીની સમસ્યા દૂર થવાની શકયતા છે. ત્યારે મુદ્રામાં નિયમિત પાણી નહીં મળતા લોકોમાં રોષ ફેલાયો છે.

મુદ્રામાં આવેલા અદાણી પોર્ટમાં મોટી સંખ્યામમાં પરપ્રાંતિય લોકો કામ કરે છે. દરમિયાન પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ પંચાયત કચેરીએ ધસી જઈને અધિકારીઓને અણીયારા સવાલો કર્યા હતા. જેથી સરપંચે પાણીની પાઈપ પાઈનમાં રહેલા અવરોધ દૂર કરીને આગામી બે-ચાર દિવસમાં પાણી આપવાનું શરૂ કરવામાં આવશે.

કચ્છમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો છે.  અછત તો દૂર થઈ છે સાથે નદી,તળાવો, ડેમો પણ છલકાયા છે તેમ છતાં મુન્દ્રા નગરમાં રહીશોને અનિયમિત પાણી મળતા લોકોમાં રોષ ફેલાયો છે. મુન્દ્રામાં સૌથી મોટો અદાણી પોર્ટ આવેલો છે.  એટલે અહીં પરપ્રાંતિયોની વસ્તી પણ વધારે છે. મુન્દ્રા ગ્રામ પંચાયત હસ્તક આવતા કુંભાર ફળિયા વિસ્તારમાં લોકોને અનિયમિત પાણી મળતા મહિલાઓ પંચાયત કચેરીમાં આક્રોશભેર ધસી ગઈ હતી.  અને પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. વરસાદને કારણે મુન્દ્રામાં રોડ પણ ખખડધજ થઈ ગયા છે. બિસમાર રોડ જોતા લોકો ચંદ્ર જેવી અનુભૂતિ કરી રહ્યા છે.

જો કે ,સરપંચ ધમેન્દ્ર જેસરે જણાવ્યું કે,પાણીની લાઈનમાં અમૂકવાર મૂળિયા આવી જતા હોઇ પાણી અવરોધાય છે, જે કામ બે દિવસમાં પૂરું કરી દેવાશે.  ઉપરાંત વરસાદમાં રોડ ધોવાઈ જતા માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરાઈ હતી.  જેઓએ માર્ગોનું સમારકામ કર્યું હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હજીય મુન્દ્રાના રસ્તા ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.