Covid Report/ નવા રિપોર્ટમાં પણ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ, ED પાસે માંગ્યો ત્રણ અઠવાડિયાનો સમય

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હજુ પણ કોવિડ પોઝીટીવ છે. નવા ટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે તેમનો રિપીટ ટેસ્ટ સમયસર કરવામાં આવશે, પરંતુ ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે

Top Stories India
2 17 નવા રિપોર્ટમાં પણ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ, ED પાસે માંગ્યો ત્રણ અઠવાડિયાનો સમય

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હજુ પણ કોવિડ પોઝીટીવ છે. નવા ટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. તેમનો રિપીટ ટેસ્ટ સમયસર કરવામાં આવશે, પરંતુ ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. સોનિયા ગાંધીએ (નેશનલ હેરાલ્ડ કેસમાં) હાજર થવા માટે ED પાસે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો છે.

જોકે, EDએ હજુ સુધી તેમને જવાબ આપ્યો નથી. બીજી તરફ, કોંગ્રેસ 13 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ રાહુલ ગાંધીની હાજરી દરમિયાન જોરદાર પ્રદર્શનની તૈયારી કરી રહી છે અને આ ક્રમમાં પાર્ટીના સાંસદોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. પાર્ટીએ ગુરુવારે પાર્ટીના મહાસચિવો, પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોની ડિજિટલ બેઠક પણ બોલાવી છે, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ED સમક્ષ હાજર થવા અંગે ચર્ચા થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે પોતાના સાંસદોને 13 જૂનની સવારે દિલ્હીમાં હાજર રહેવા માટે પણ કહ્યું છે. ED સમક્ષ રાહુલ ગાંધીની હાજરી માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, સાંસદો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહે તેવી શક્યતા છે. EDએ ‘નેશનલ હેરાલ્ડ’ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીને 8મી જૂને હાજર થવા નોટિસ આપી છે, જોકે કોંગ્રેસ અધ્યક્ષે હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે કારણ કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે અને હજુ પણ સ્વસ્થ થયા નથી.

નોંધનીય છે કે,પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કથિત મની લોન્ડરિંગના સમાન કેસમાં ED દ્વારા 13 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. EDએ અગાઉ રાહુલ ગાંધીને 2 જૂને હાજર થવા કહ્યું હતું, પરંતુ તેમણે દેશની બહાર હોવાનું કહીને હાજર થવા માટે બીજી કોઈ તારીખ માટે વિનંતી કરી હતી. રાહુલ ગાંધી આ સપ્તાહના અંતમાં સ્વદેશ પરત આવી શકે છે.